Home» India» India Politics» Beni prasad target narendra modi

બેની પ્રસાદે મોદીને હત્યારા કહ્યા

એજન્સી | September 10, 2013, 12:28 PM IST

ગોંડા : કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા  હતાં. બેની પ્રસાદ યુપીના ગૌંડામાં એક સ્ટીલ ફેકટરીના શિલાન્યાસ પ્રસંગે આવ્યા હતા. જ્યાં તેમણે એક સંબોધનમાં ભાજપ એક હત્યારાને પીએમ પદના ઉમેદવાર બનવા જઇ રહી છે.  જો કે હજુ પક્ષમાં જ આંતરિક લડાઇ ચાલી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

જ્યારે બેની પ્રસાદે કોંગ્રેસ માટે કહ્યુ કે અમારે ત્યાં શહીદોના ચિરાગ રાહુલ ગાંધીને પીએમ માટેના ઉમેદવાર તરીકે મનમોહનસિંહે દ્વારાનામની જાહેરાત પણ કરાઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે હવે દેશની જનતાએ નિર્ણય કરવાનો છે કે ગોધરાના હત્યારાને પીએમ બનાવો કે શહીદોના ચિરાગ એવા રાહુલ ગાંધીને દેશનું સુકાન સોંપવું.

ઉત્તર પ્રદેશની તાજા કોમી હિંસા અંગે કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવ મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે ઘર્ષણ ઉભુ કરીને મતનું રાજકારણ રમી રહ્યાં છે.

DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %