Home» India» India Politics» Beni prasad challenged to mulayam singh

બેનીપ્રસાદનો મુલાયમને ખુલ્લી ચર્ચા માટે પડકાર

IANS | July 06, 2013, 05:02 PM IST

લખનૌ : કેન્દ્રીયમંત્રી બેનીપ્રસાદ વર્માએ આરોપ લગાવ્યો હતો કે સમાજવાદી પાર્ટી અને ભાજપ બંને રાજકીય રીતે જોડાયેલા છે અને એટલું જ નહીં બાબરી મસ્જિદ વિધ્વંસ પણ આ બંને પક્ષના ષડયંત્રથી થયો હતો. જો આ અંગે સપા પ્રમુખ મુલાયમસિંહને કોઈ સમસ્યા હોય તો તે ખુલ્લા મંચ પર સવાલ-જવાબ માટે તૈયાર છે.

કોંગ્રેસ હાઈકમાંડ દ્વારા થોડા દિવસો પહેલા જ બેનીપ્રસાદને મુલાયમ અંગે ટીપ્પણી ન કરવા માટે સલાહ અપાઈ હતી. પરંતુ પત્રકારો સાથેની વાતચીતમાં બેનીપ્રસાદે જણાવ્યુ હતુ કે સપા અને ભાજપ વર્ષ 1990થી રાજકીય રીતે એકબીજા સાથે જોડાયેલ છે. જેથી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થઈ શકે.

આ સાથે બેનીપ્રસાદે મુલાયમને પડકારતા કહ્યુ હતુ કે સપા પ્રમુખ મુલાયમસિંહને આ વાત સાથે કોઈ સમસ્યા હોય તો હું તેમની સાથે જાહેર ચર્ચા કરવા તૈયાર છું.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %