Home» Business» Finance» Bank unions to go on a two day strike from monday

સોમવારથી બે દિવસની બેંક કર્મચારીઓની હડતાલ

એજન્સી | February 06, 2014, 06:30 PM IST

નવી દિલ્હી :
જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ 10 ફેબ્રુઆરીથી બે દિવસની હડતાલ પર જશે. કર્મચારી સંગઠનો તથા સરકાર વચ્ચે પગાર વધારા પર મંજૂરીની મહોર નહીં લાગતા બેંક કર્મચારીઓએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (એનઓબીડબલ્યુ) તથા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યૂએફબીયુ)ના સત્તાધિશો દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.
 
યૂબીએફસીના સંયોજક એમ વી મુરલીએ જણાવ્યું હતું કે, મુખ્ય વેતન પંચ સમક્ષ કર્મચારી સંગઠનો તથા ઈન્ડિયન બેંક એસોસિએશન (આઈબીએ) વચ્ચે થયેલી બેઠકમાં કોઈ તારણ નીકળ્યું નહોતું. તેમણે કહ્યું હતું કે યૂએપબીયુએ વેતન સમીક્ષાની માંગને લઈને 10 ફેબ્રુઆરીથી બે દિવસની દેશવ્યાપી હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. એનઓબીડબલ્યુના મહાસચિવ અશ્વિની રાણાએ કહ્યું હતું કે, બેંક પદાધિકારીઓએ જે રજૂઆત કરી છે તે વધતી મોંઘવારીને અનુરૂપ નથી. તેથી યુનિયન આનો વિરોધ કરવા મજબૂર છે.
 
આ પહેલાં 14 ડિસેમ્બરના રોજ પગાર સમીક્ષાની આઈબીએ સાથેની બેઠકમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું ત્યારે સાર્વજનિક ક્ષેત્રના બેંક કર્મચારીઓ 18 ડિસેમ્બરના રોજ હડતાલ પર ઉતર્યા હતા. કર્મચારીઓનો પગાર વધારાનો મુદ્દો 2012થી અટકી પડ્યો છે.
 
યૂએફબીયુ નવ બેંક કર્મચારીઓ તથા અધિકારીઓનું યુનિયન છે. જેમાં સાર્વજનિક ક્ષેત્રની 27 બેંકના લગભગ 8 લાખ કર્મચારીઓ કાર્યરત છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %