હાલમાં જ યુનિયન બેંક અને એસબીઆઇએ પણ પોતાના સર્વિસ ચાર્જ વધારી દીધા છે અને હવે એકસીસ બેંક, ધનલક્ષ્મી બેંક અને સીટી યુનિયન બેંક ગ્રાહકોને આપતી સેવાઓના બદલામાં ૧લી એપ્રિલથી વધુ ચાર્જ વસુલ કરવા જઇ રહી છે.
કઇ બેંકે કઇ-કઇ સેવાઓ ઉપરના ચાર્જ વધાર્યા
ધનલક્ષ્મી બેંક
૧લી એપ્રિલથી દરેક એસએમએસ એલર્ટ પર પૈસા વસુલશે. જેની રકમ પ્રતિ એસએમએસ પ૦ પૈસા રહેશે. હાલ બીજી બેંકો દર ત્રણ મહિને રૂ.૧પનો ચાર્જ વસુલે છે.
સીટી યુનિયન બેંક
લોકરના ચાર્જને વધારી દીધા છે. બેંક દ્વારા મોટા લોકરનો ચાર્જ રૂ.ર૦૦૦ થી વધારીને રૂ.પ૦૦૦ કરવામાં આવ્યો છે.
યુનિયન બેંક
૧૦,૦૦૦ રૂપિયા સુધીના ડિમાન્ડ ડ્રાફટ બનાવવા માટે અગાઉ રૂ.૩૮ લેવામાં આવતા હતા તે વધારીને રૂ.પ૦ કરી દીધા છે.
અન્ય બેંકો પણ આગામી દિવસોમાં ગ્રાહકોને અપાતી સેવાઓના ચાર્જ વધારવા તૈયાર થઇ છે.જોકે એટીએમ ટ્રાન્ઝેકશન ફી ઉપર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. રિઝર્વ બેંકની કમીટીએ બેંકો પાસેથી ટ્રાન્ઝેકશન ફી વધારવાને લઇને ૧પ દિવસની અંદર પ્રસ્તાવ માંગ્યો છે.
RP
Reader's Feedback: