Home» Travel -Tourism» National Tourism» A popular tourist destination is darjeling

પ્રવાસીઓને આકર્ષતું સુંદર દાર્જીલીંગ

એજન્સી | March 30, 2013, 06:04 PM IST

દાર્જીલીંગ : ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળમાં આવેલું પ્રવાસીઓ માટેનું ખાસ પર્યટન સ્થળમાંનું એક દાર્જીલીંગ એક મહત્વનું સ્થળ છે. બરસત શહેરમાં દાર્જીલીંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલું વિશ્વ પ્રવાસી સ્થળમાં દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જીલીંગ ચા ના બગીચાઓ માટે ખાસ પ્રખ્યાત છે.

દાર્જીલીંગ જીલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વતમાળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરેરાશ ઊચાઇ 6710 ફુટ છે. અહીના ઇતિહસામાં બ્રિટિશરોએ અહીં એક્સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો હતો. ત્યારબાદ અહી ચાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું. આજે વિશ્વમાં સૌથી વધુ દાર્જીલીંગ ચા માટે જાણીતું બન્યું છે. દાર્જીલીંગનો ઇતિહાસ બંગાળ, ભૂતાન, સિક્કિમ અને નેપાળ સાથે ગૂંથાયેલો છે.

કેવી રીતે પહોંચી શકાય દાર્જીલીંગ...

ન્યૂ જલપાઈગુડી સ્ટેશનેથી દાર્જીલીંગ સુધી જઇ શકાય છે.  ન્યૂ જલપાઈગુડી રેલવે સ્ટેશન દિલ્હી સહીત દેશના લગભગ પ્રમુખ સ્ટેશનો સાથે જોડાયેલું છે. તમારે જો પ્લેન દ્વારા જવુ હોય તો ન્યૂ જલપાઈગુડીમાં આવેલ બાગડોગરા એરપોર્ટ સુધી પહોંચી ત્યાંથી દાર્જીલીંગ 88 કીમીના અંતરે આવેલું છે. રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટની બહારથી જ તમને ટેક્સીની વ્યવસ્થા મળી રહે છે.

શું છે ખાસ....

ન્યૂ જલપાઈગુડીના સિલીગુડીથી જ હિમાલય પર્વતની શંખમાળા શરૂ થઇ જાય છે. અહીંથી દાર્જીલીંગનો રસ્તો અત્યંત ખુબસુરત છે. દાર્જીલીંગના ટાઇગર વ્યૂ હિલથી સૂર્યાસ્ત જોવાનું અનેરૂ આકર્ષણ છે. નજીકમાં આવેલ મિરિક, જહાં સંતરે, ચા અને બીજા છોડની વચ્ચે આવેલ શુમેદુ તળાવ પણ છે.

DT/JD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %