એસ.જી હાઈવે ઉપર અને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શહેરીજનો જમવાની સાથે સાથે ફરવાનો આનંદ માણી શકે તે માટે મૂવિંગ કાર્ટ ડબલ ડેકર બસ રેસ્ટોરાંની શરૂઆત કરવામાં આવી છે. આજે આ મૂવિંગ કાર્ટનું ઉદ્ધાટન જાણીતી મોડલ અને બોલીવૂડ અભિનેત્રી સૃષ્ટિ શર્માએ કર્યું હતું.
જમવાની સાથે સાથે ફનનો એક નવતર વિકલ્પ મળી રહે તે માટે આ એરકંડીશન ડબલડેકર મજાનો વિકલ્પ બની રહેશે. ડબલ ડેકરમાં ઉપરના માળે ટૂરિસ્ટ ઓપનએરની મજા માણી શકાશે.
આ ઉદ્ધાટન પ્રસંગે કાર્ટના સહમાલિક હાર્દિક શાહે જણાવ્યું હતું કે અમે અમદાવાદના લોકોને આ મૂવિંગકાર્ટ દ્રારા નવતર અનુભવ આપવાનું નક્કી કર્યું છે. આ ડબલડેકર બસમાં ખાણીપીણીની મજા સાથે એસ.જી હાઈવે પર તેમજ રિવર ફ્રન્ટ ફરવાની મજા સહપરિવાર માણી શક્શો. હાર્દિક શાહે એવી આશા વ્યક્ત કરી હતી કે અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરો જેવા કે રાજકોટ, વડોદરા, સુરત શહેરમાં મૂવિંગ કાર્ટ શરૂ કરીશું.
આ મૂવિંગ કાર્ટની સાથે હવે અમદાવાદીઓ અને બહારથી આવતા સહેલાણીઓ સ્વાદિષ્ટ ફૂડની સાથે શહેરનો અદ્દભૂત નજારો પણ માણી શક્શે.
MP/RP
Reader's Feedback: