હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં ગુરૂવારની સવારથી જ બરફની ચાદર ઢંકાઈ જવાથી નજારો રમણીય બની જવા પામ્યો છે. તે સાથે બર્ફિલા પવનને કારણે કાતિલ ઠંડીમાં જનજીવન થરથરી ગયું છે. ગુરૂવારે સવારે શિમલાનું લધુત્તમ તાપમાન 01. ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને 8 સેન્ટીમીટર બરફ પડ્યો છે.
હવામાન વિભાગ અનુસાર, મનાલીમાં ત્રણ સેન્ટીમીટર બરફ પડ્યો. શિમલાની પાસે આવેલા પર્યટન સ્થળો કૂફરી, ફાગૂ અને નરકંડામાં સામાન્ય બરફ પડ્યો છે.રાજ્યમાં ધર્મશાળા, પાલમપુર, સોલન, નાહન, બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડી જેવા વિસ્તારોમાં બરફ પડવાથી તાપમાન નીચે આવ્યું છે.
કિન્નૌરના કાલ્પામાં એક ફૂટ સુધી બરફ પડ્યો. અને ત્યાં લધુત્તમ તાપમાન શૂન્યથી નીચે 3.8 ડિગ્રી સેલ્સિયસ, લાહૌલ સ્પીતિના કીલાંગમાં શૂન્યથી નીચે 8.9 ડિગ્રી અને મનાલીમાં લધુત્તમ તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ધર્મશાળામાં લધુત્તમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. અને ત્યાં 67.4 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
બરફ પડવાને કારણે શિમલા, કુલ્લૂ, ચંબા, મંડી, સિરમૈર અને કિન્નૌર જિલ્લાઓમાં 100થી વધુ આતંરિક માર્ગ બંધ છે.
RP
Reader's Feedback: