વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાત ઠંડુગાર બની ગયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આવેલા ગુજરાત અને રાજસ્થાનના વિવિધ પંથકોમાં ફરી એક વખત ઠંડી વધી જવા પામી છે. ગુજરાતના જામનગર શહેરમાં તાપમાનનો પારો ઘટીને 4.5 ડિગ્રી પહોંચી જતાં જનજીવન ઠીંગરાઈ ગયું છે.વીતેલા સપ્તાહમાં બે ત્રણ દિવસ ઠંડીમાં રાહત અનુભવાયા પછી રવિવારથી ઉત્તર-પૂર્વીય પવનોની દિશા બદલાઇને ઉત્તરીય પવનો ફૂંકાતા ફરીથી હીમ જેવા પવનોથી જામનગર અને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. છેલ્લા બે દિવસમાં જ ઠંડીનો પારો એકથી સાત ડિગ્રી સુધી ગગડી ગયો છે. હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોના લીધે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે અસર વર્તાઇ છે.
આજે સોમવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન જામનગરમાં લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી નોંધાયું છે, સાથે ઝડપ કલાકના 10-20 કિમી અને દિવસ દરમિયાન મહતમ તાપમાન 28.7 ડીગ્રી નોંધાયું છે. સાથે જ ભેજનું પ્રમાણ મહતમ 100 ટકા અને ન્યુનતમ 39 ટકા રહેવા પામ્યું છે, જેના કારણે રાત્રીના સમયે ધુમ્મસ છવાયેલું રહે છે અને લોકો બેઠા ઠારનો ભોગ બની રહ્યા છે.હવામાન ખાતાના કહેવા પ્રમાણે, આગામી દિવસોમાં ઉત્તરીય પવનોના કારણે રાત્રિના તાપમાનમાં આંશિક ઘટાડો જણાશે અને આગામી ચોવીસ કલાકમાં આકાશ સ્વચ્છ રહેશે.
પાછલા સપ્તાહમાં ત્રણેક દિવસ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીમાં રાહત અનુભવાઈ રહી હતી. એમાં ગઈકાલથી અચાનક ઠંડીએ ચમકારો બતાવવો શરુ કર્યો છે. જામનગર ઉપરાંત જુનાગઢ, દીવના લોકો ઠંડીથી ધ્રુજી ઉઠયા હતા. આ બન્નેમાં ઠંડી સિંગલ ડીજીટ થઈ ગઈ હતી. જુનાગઢમાં સડસડાટ નવ ડીગ્રી તેમજ દીવમાં 7.4 ડીગ્રી ઠંડીનો પારો નીચે ઉતરી જતાં કોલ્ડવેવની અસર હેઠળ લોકો ઠુંઠવાઈ ગયા હતા. રાજકોટમાં બે ડીગ્રી તાપમાન નીચે ઉતરીને ઠંડી 10.7 ડીગ્રી પર રહી હતી. જેનાથી લોકો ઠંડી વધુ મહેસુસ કરતા હતા. મોટા ભાગે સામાન્ય વાદળાઓ સાથે હવામાન સૂર્યપ્રકાશિત રહ્યું હતુ.રાજકોટમાં ઠંડીનો પારો ગઈ કાલ કરતા દોઢથી બે ડીગ્રી નીચે ઉતરી જતા રાજકોટીયનોએ ઠંડી વધુ મહેસુસ કરી હતી. પોરબંદરમાં એક ડીગ્રી ઘટવાની સાથે ૧૨.૧, જયારે જામનગરમાં ઠંડીનો પારો એક ડીગ્રી વધીને 10 ડીગ્રી પર રહ્યો હતો.
અન્ય શહેરોના આંકડા પર નજર
દરિયાઈ વિસ્તા રમાં આવેલા વેરાવળમાં 14.4 ભાવનગરમાં 5 ડીગ્રી ઘટીને 12.3 , દ્વારકામાં 15 ડિગ્રી , ઓખામાં 18 ડીગ્રી તાપમાન રહ્યું હતુ. કચ્છમાં ભુજ ખાતે 13.1 ડીગ્રી નલીયામાં 8.5 ડિગ્રી , અમદાવાદમાં પણ ગઈ કાલની સરખામણીએ 7 ડીગ્રી તાપમાન ઘટીને આજે 9.4 , ડીસામાં ચાર ડીગ્રી તાપમાન ઘટીને 8 ડીગ્રી આવ્યું હતુ, જયારે નલીયામાં ઉલટી ગંગા વહી હોય એમ ગઈ કાલની સરખામણીએ 3 ડીગ્રી ઠંડી ઘટી હતી.
AI/RP
Reader's Feedback: