અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ પંથકોમાં ઠંડીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. ડિસેમ્બરના અંતિમ દિવસોથી ગુજરાતના મોટાભાગના પંથકોમાં ઠંડીથી લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યાં હતાં. પરંતુ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડીમાં આશિંક ઘટાડો થતો આવ્યો છે. છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે. જેને પગલે લોકોએ રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે.
હવામાન વિભાગના મતે ફેબ્રુઆરી મહિનાની 15મી સુધી ઠંડીનો માહોલ જળવાઈ રહેશે. તે દરમ્યાન નાના-મોટો ઠંડીનો ચમકારો જોવા મળશે.
સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં આજે સોમવારે સવારે નોંધાયેલ ન્યુનતમ તાપમાનમાં નલીયા સિવાય તમામ સેન્ટરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે.
RP
Reader's Feedback: