મંગળવારે ગુજરાતભરમાં કમોસમી વરસાદને પગલે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તે સાથે ખેડૂતોને ચિંતાતુર બન્યાં. આજે બુઘવારે વહેલી સવારથી ગુજરાતભરના મોટાભાગના પંથકોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવા પામ્યું છે. સૂર્યદેવ સવારથી જ ગેરહાજર રહ્યાં છે.
આજે સવારે અતિશય ધુમ્મસ રહેવા પામ્યું હતું .જેથી વાહનચાલકોને લાઈટના ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી. જોકે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ ધુમ્મસને કારણે માહોલ ઝરમર વરસાદ જેવો છે. ધુમ્મસને કારણે વીઝીબીલીટી ઘટી જવા પામી હતી. માત્ર 30 ફૂટ જેટલી વીઝીબીલીટી હોવાના કારણે નેશનલ હાઈવે આઠ પર સવારના સમયે વાહનચાલકોને ઘણી તકલીફ પડી રહી હતી.
જોકે બીજી તરફ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જેથી લોકોને કાતિલ ઠંડીથી છૂટકારો મળ્યો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. અમુક લોકોને ધુમ્મસ માફક આવી ગયું હોય તેમ ધુમ્મસમાં પણ મજા માંણતા નજરે પડ્યાં. સવારથી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો બાગ-બગીચામાં કસરત કરતા નજરે પડ્યાં હતાં. આ ઉપરાંત ગત રોજની વરસાદન હોવાથી અમુક લોકોએ રાહત પણ અનુભવી હતી.
નોંધનીય છેકે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પગલે સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પવનોનું જોર ઘટ્યું છે જેથી ઠંડીની માત્રામાં ઘટોડો થયો છે. પરંતુ વાદળોનું પ્રમાણ વધી જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
RP
Reader's Feedback: