પાંચમી ફેબ્રુઆરી, બુધવારે આયોજન પંચે એક બોલાવી હતી. જેમાં સર્વસંમતિથી એક પ્રસ્તાવને મંજૂરી મળી છે. ભારતે પોતાની વિઝા ઓન એરાઈવલ પોલીસીમાં મહત્વના ફેરફાર કર્યા છે. જેમાં 180 જેટલા દેશોને વિઝા ઓન એરાઈવલ પોલીસીનો લાભ મળશે. જોકે અમલીકરણમાં હજુ 5થી 6 મહિના સુધીનો સમય લાગશે.
વિઝા ઓન એરાઈવલ પોલીસી મુજબ, જે યાત્રિકે પોતાના દેશથી ભારત આવતા પહેલા ત્રણ દિવસ અગાઉ ફોર્મ ફરીને 30 દિવસ સુધીનો ઈલેક્ટ્રોનિક વિઝા મેળવી શકશે. જ્યાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ આવે છે તેવા 26 દેશોના મોટા એરપોર્ટ પર આ સેવા ઉપલબ્ધ બનશે. ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ ભારતીય અધિકારીઓ તરફથી ઈલેક્ટ્રોનિક વિઝા માટે ફોર્મ ભરનારનો સંપર્ક ઈ-મેલ મારફતે કરશે. અને તે પ્રિન્ટ લઈને ઈલેક્ટ્રોનિક વિઝા પ્રાપ્ત વ્યક્તિ ભારતમાં પ્રવેશ કરી શક્શે. આ નવી સુવિધા માત્ર પર્યટક વિઝા માટે માન્ય રહેશે.
પાકિસ્તાન,સુદાન,અફ્ઘાનિસ્તાન,ઈરાન,ઈરાક,નાઈઝીરીયા,શ્રીલંકા અને સોમાલીયા જેવા દેશોને આ પોલીસીથી બહાર રાખવામાં આવ્યાં છે.
RP
Reader's Feedback: