Home» Women» Women Power» 5 most powerful women politician of india

મહિલા દિન વિશેષઃ ભારતીય રાજકારણની પાંચ શક્તિશાળી મહિલા

મયૂર પટેલ | March 08, 2014, 04:57 PM IST

અમદાવાદ :
આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની દેશ-વિદેશમાં ઉજવણી થઈ રહી છે. મહિલા સશક્તિકરણની વાત ઠેર ઠેર થઈ રહી છે. એવું કહેવાય છે કે જ્યાં મહિલાઓ ખુશ રહે છે ત્યાં સમાજ આગળ વધવાનું સ્વપ્ન જોઈ શકે છે.
 
ભારતના રાજકારણની વાત કઈંક અલગ છે. અહિં મહિલા રાજકારણીઓને ઓછી આંકવાની ભૂલ ભારે પડી શકે છે. ભૂતકાળ એ વાતની સાબિતી આપે છે અને ભવિષ્ય સંકેત આપે છે કે નેતાગિરીના મામલામાં મહિલાઓ ક્યારેય નબળી સાબિત થતી નથી, તેઓ વધુને વધુ શક્તિશાળી બનતી જાય છે. એવું કહેવાય છે કે મહિલાઓમાં ગજબ સંયમ હોય છે અને રાજકારણમાં આગળ વધવા માટે સંયમ સિવાય બીજો કયો ગુણ હોઈ શકે.
 
મહિલા દિવસ અંગે આપણે ભારતીય રાજકારણની એવી પાંચ મહિલાઓની વાત કરીએ છે કે જેમનું નામ જીભ પર આવતાં જ ગજબની રાજનીતિ તાકાતનો અહેસાસ થાય છે. આમાંથી કોઈ કેન્દ્રની રાજનીતિમાં પોતાના ઈશારા પર સરકાર ચલાવે છે તો કોઈ પોતાના બળ પર વર્ષો જૂના કિલ્લાંને ધ્વંશ કરીને પોતાનું વજન વધારવામાં સફળ સાબિત થઈ છે. આ પાંચેય મહિલાઓ ભલે અલગ અલગ રાજકીય પક્ષોમાંથી આવતી હોય પરંતુ તેમના હુન્નરના આધારે બધા એકબીજાથી ચડિયાતા સાબિત થાય તેમ છે.
 
સોનિયા ગાંધીઃ  
 
ત્યાગની મૂર્તિ, રાજકિય કુશળતા, રણનીતિ ક્ષમતા અને દોસ્ત બનાવવાની આવડત આ બધા ગુણોનો સંગમ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીમાં જોવા મળે છે. વડાપ્રધાન પદની ખુરશી ભલે મનમોહન સંભાળા હોય પરંતુ દસ વર્ષોમાં એક પણ દિવસ એવો નહીં હોય કે સોનિયાએ પોતાની તાકાતનો પરિચય આપ્યો ન હોય. તે સરકાર ચલાવી જાણે છે અને સંગઠન સંભાળતા પણ આવડે છે. પોતાના કાર્યકર્તાઓમાં જોશ ભરવાની મહારથ તેમને છે.  સૌથી મહત્ત્વની વાત એ છે કે વીતેલા વર્ષમાં કોંગ્રેસના ઘણાં નેતા તેમને પોતાના નેતા માની ચૂક્યા છે.
 
માયાવતીઃ
 
ઉત્તર પ્રદેશમાં વિપક્ષનું સુકાન સંભાળી રહેલા માયાવતી આજકાલ લોકસભાની ચૂંટણીમાં લાગેલી છે અને તેના પક્ષના ચાન્સ ઉજ્જવળ દેખાઈ રહ્યા છે. તિલક, તરાજુ ઓર તલવાર, ઈનકો મારે જૂતે ચાર એવું સૂત્ર આપનાર આ નારીએ પોતાના બળ પર બહુજન સમાજ પાર્ટીએ દલિત વોટોના એવા ભાગલાં પાડ્યાં કે ઘણા જૂના જોગીઓ ઘર ભેગા થઈ ગયા હતા.
 
મમતા બેનર્જીઃ
 
પશ્ચિમ બંગાળ દેશનું એક એવું રાજ્ય છે જ્યાં ડાબેરીઓએ એક, બે વર્ષ નહીં પરંતુ ત્રણ દશક સુધી રાજ કર્યું હતું.  વિકાસ વિરોધી વંટોળ વચ્ચે પણ તે દર વખતે ચૂંટણીમાં ઉભા રહેતી અને જીતતી. તેણે કરેલી મહેનત રંગ લાવી અને તેનું ફળ હાલમાં તે ભોગવી રહી છે. આજે તેનું રાજકીય કદ કેટલું છે તે અંગે કહેવાની કોઈ જરૂર નથી. અરવિંદ કેજરીવાલના એક સમયના સાથી અન્ના હઝારે ટીવી પર મમતા માટે મત માંગી રહ્યા છે તે તેમની સૌથી મોટી સફળતા ગણવામાં આવે છે.
 
સુષમા સ્વરાજઃ
 
લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ પોતાની ભાષણ કળા, વ્યક્તિત્વ અને સોશિયલ મીડિયામાં સારી રીતે છવાયેલા રહેવા માટે જાણીતા છે. ભાજપના ટોચના પાંચ નેતાઓમાં તેની ગણના થાય છે. જો ભાજપ આગામી લોકસભા ચૂંટણી જીતીને સરકાર બનાવવામાં સફળ થશે તો તેને મહત્ત્વનું પદ કે ખાતું આપવામાં આવશે. સોનિયા ગાંધી પીએમ બનશે તો પોતે મુંડન કરાવી દેશે તેમ કહેનાર સુષમા ભાજપની એકમાત્ર દિગ્ગજ મહિલા નેતા છે તેની આસપાસ અન્ય કોઈ મહિલા નેતા નજરે પડી નથી.
 
જયલલિતાઃ
 
વર્ષો પહેલાં ફિલ્મી પડદે ચમકેલી અભિનેત્રી હવે અમ્મા તરીકે જાણીતી છે. તે ક્યારે કયો રાજકીય દાવ રમશે તે અંગે કોઈ અંદાજ લગાવી શકાતો નથી. આમ પણ રાજકીય સોદાબાજીમાં જયલલિતાને માહેર માનવામાં આવે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %