
ફાઇલ
સુરત :કીમમા લગ્નપ્રસંગમા હાજરી આપવા યુવતી અને તેમના સંબધીની અન્ય બે યુવતીઓ કીમ નદીમા ન્હાવા માટે પડી હતી. જો કે એકાએક પાણીના વહેણને કારણે આ ત્રણેય યુવતીઓનુ ડુબી ગઇ હતી. જયા બીજી તરફ કોલ મળતા જ ફાયરના જવાનો તથા સ્થાનીક તૈરવૈયા આ યુવતીઓની શોધમા લાગી પડયા હતા. જયા કલાકોની જહેમદ બાદ ત્રણેય યુવતીઓની લાશ મળી આવતા સ્થાનિક વિસ્તારમા વાતાવરણ ગમગીની છવાય ગઇ હતી.
ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર પાણેથા ગામ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ ચૌહાણના ફળિયામાં લગ્ન હોય રાજેન્દ્રસિંહ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલા નવાપુન ખાતે પરિણીત ભાનુબહેન તેમજ વાલિયા તાલુકાના ઘોડા ગામે પરિણીત બહેન સંગીતા બહેનને લગ્નનું આમંત્રણ આપવામાં આપ્યું હતું. વેકેશન ચાલતું હોય ભાનુબહેન અને સંગીતાબહેન પોતાના સંતાનો સાથે પાણેથા પિયરમાં આવ્યા હતાં. જ્યાં શુક્રવારના રોજ સવારે૧૧.૩૦ કલાકે ગામની સીમમાંથી પસાર થતી કીમ નદીમાં ભાનુબહેન કપડા ધોવા ગયા હતાં.પુત્રી પ્રિયંકા અને બહેન સંગીતાની બે પુત્રીઓ ખુશ્બુ અને જીનલ પણ સાથે આવ્યા હતાં. કીમ નદીમાં કપડા ધોવાયા બાદ આ ત્રણેય બહેનો કીમ નદીના પાણીમાં નાહવા પડી હતી. જે પૈકી એક બહેન ઉંડા પાણીમાં ડૂબવા માંડી હતી. જેના બચાવ માટે બે બહેનો પણ પાણીમાં પડતા ત્રણે બહેનોને પાણીમાંથી બહાર કાઢી હતી. પરંતુ બહાર કાઢે તે પહેલા ત્રણેય બહેનોનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. પરંતુ ખાત્રી કરવા માટે દીનબંધુ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. આ અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
DP
Reader's Feedback: