Home» Women» Women Power» 10 year old saves grandfather from drowning

10 વર્ષની છોકરીએ 72 વર્ષના દાદાને ડૂબતા બચાવ્યા

એજન્સી | February 01, 2014, 05:05 PM IST

નવી દિલ્હી :
મહિલા બહાદુરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દક્ષિણ કેરોલિનામાં રહેતી 10 વર્ષની છોકરીએ પોતાના 72 વર્ષના દાદનો જીવ બચાવ્યો હતો.
 
વાત એમ છે કે 71 વર્ષીય ક્વોય જમ્પર પોતાની 10 વર્ષીય પૌત્રી સાથે તળાવમાં માછલી પકડવા માટે પાથરેલી જાળની તપાસ કરી રહ્યા હતા તે સમયે સંતુલન ગુમાવી દેતા તેઓ ગાત્રો થીજાવી દેતાં ઠંડા પાણીના સરોવરમાં પડી ગયા હતા. તેમને પાણીમાં પડતાં જોઈને તેમની 10 વર્ષીય પૌત્રી કારા જમ્પરે ધૈર્ય ખોયું નહીં અને દાદાને બચાવવા ઠંડાગાર પાણીમાં કૂદી પડી.
 
ઠંડા પાણીમાંથી દાદાને બહાર કાઢીને તે લગભગ એક માઈલ સુધી ઘસડીને બહાર લાવીને તેમનો જીવ બચાવ્યો હતો. કોય જમ્પરે પોતાની પૌત્રીનો આભાર માનતા કહ્યું હતું કે મને જીવનદાન મળ્યું છે. કારાએ કહ્યું કે મને કોઈ સમજ પડી નહી અને હું પાણીમાં કૂદી પડી. જોકે આ ખૂબ મુશ્કેલ કામ હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %