નિકુંજનાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ તથા શ્રી શ્રી લાલજી પ્રભુની અસીમ કૃપાથી શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્ય પીઠાધીશ્વર પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી અમરેલીવાળાના શ્રીમુખે શ્રીમદ્ ભાગવતજી પર વચનામૃતનું દિવ્ય આયોજન વૈશાખ સુદ – 1 બુધવાર, તા. 30 એપ્રિલ, 2014થી વૈશાખ સુદ – 7, મંગળવાર, તા. 6 મે, 2014 સુધી વરાછામાં એસ.એમ.સી. ક્રાંતિ મેદાનમાં કરવામાં આવ્યું છે. જે દરમિયાન આચાર્યચરણોના અલૌકિક વચનામૃત, કીર્તન સંમેલન, નંદમહોત્સવ, પલના, ગોવર્ધનલીલા, ગોવર્ધનપૂજા, દાનલીલા, રૂક્ષમણી વિવાહ, ઢાઢીલીલા, રસિયા, ફૂલફાગ તથા શ્રીના વિવિધ મનોરથ અને છપ્પનભોગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પ.પૂ.ગો.108શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તથા પ.પૂ.ગો.108શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના પુત્ર. ચિ.ગો.શ્રી વિઠ્ઠલરાયજી (ચિ.શ્રી.અનુગ્રહકુમારજી)નો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ વૈશાખ સુદ-8, બુધવાર, તા. 7 મે, 2014થી વૈશાખ સુદ-10, શુક્રવાર, તા. 9મે, 2014 સુધી રાખવામાં આવ્યો છે. આ દિવ્ય મહોત્સવની મંગળ વધાઈ સ્વરૂપે શ્રીમહાપ્રભુજી તથા શ્રીગુંસાઈજીના સેવ્ય સ્વરૂપ શ્રીદ્વારકાધીશજી પ્રભુ તથા શ્રીશ્રીલાલજી પ્રભુ (કાંદિવલી-મુંબઈથી), શ્રી દ્વારકાધીશજી પ્રભુ તથા શ્રીગોવર્ધનનાથજી પ્રભુ (અમરેલીથી), શ્રીશ્યામલાલજી પ્રભુ તથા શ્રીમદનમોહનજી પ્રભુ (રાજુલાથી) પુષ્ટિ સંપ્રદાયના સંપૂર્ણ ડંકા નિશાન તથા લવાજમા સાથે સુરત પધારશે.
આ પ્રસંગે 200 જેટલાં વૈષ્વાચાર્યો સહિત રાજ્ય, દેશ અને વિદેશમાંથી અંદાજે દોઢથી બે લાખ જેટલા વૈષ્ણવો અલૌક્કિ પ્રસંગના સાક્ષી બનશે.
MP
Reader's Feedback: