Home» Development» Society & Culture» Wearable pc coming soon

કોમ્પ્યુટરને કાનમાં પહેરીને જઈ શકાય તે દિવસો દૂર નથી

એજન્સી | March 01, 2014, 06:03 PM IST

ટોકિયો :
ટેક્નોલોજીનો ઉપયોગ દિનપ્રતિદિન વધી રહ્યો છે. હવે જો કોઈ તમને કહે કે કમ્પ્યુટરને કાનમાં પહેરીને ચાલી શકાશે અને જીભ વડે તેને કન્ટ્રોલ કરી શકાશે તો તેને પાગલ વ્યક્તિના માનશો. હાલમાં જ ટોકિયામાં એક એવું કમ્પ્યુટર વિકસાવામાં આવી રહ્યું છે કે જેને કાનમાં પહેરીને ગમે ત્યાં જઈ શકાય છે તથા આંખ પટપટાવવાથી કે જીભ અડાડવાથી તેનું કન્ટ્રોલ થાય છે. આ ડિવાઈસ ટૂંક સમયમાં જ હકીકતમાં બદલાનારું છે. જાપાનના કેટલાંક સંશોધકો આનું ટેસ્ટિંગ કરી રહ્યા છે.
 
17 ગ્રામના આ ડિવાઈસમાં બ્લૂટૂથ, જીપીએસ, કંપાસ, ગાયરો સેંસર, બેટરી, બેરોમીટર, સ્પીકર તથા માઈક્રોફોન હશે. જેને વિયરેબલ કમ્પ્યુટિંગ ટેક્નોલોજીની દુનિયામાં ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. ગૂગલ ગ્લાસ સાથે તેની શરૂઆત પહેલાંથી જ થઈ ચૂકી છે. હાલ તેને ઈયરક્લિપ ટાઈપ વિયરેબ પીસીના નામથી ઓળખવામાં આવી રહ્યું છે.
 
હિરોશીમા સિટી યુનિવર્સિટીના એન્જિનિયર કઝુહીરો તનિગુશીએ જણાવ્યું હતું કે, આ ડિવાઈસમાં એક માઈક્રો ચિપ તથા ડેટા સ્ટોરેજ છે. જેમાં યૂઝર્સ સોફ્ટવેર લોડ કરીને વાપરી શકે છે. તેની ડિઝાઈન ફૂ જેવી રાખવામાં આવી છે. આ સિસ્ટમ ડિસેમ્બર 2015 સુધીમાં તૈયાર થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
આ ડિવાઈસને અન્ય ગેજેટ્સ સાથે કનેક્ટ કરી શકાય છે તથા ચેહરાના હાવભાવ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. ડિવાઈસમાં ઈન્ફ્રારેડ સેન્સર્સ છે, જે ચહેરાના હાવભાવ બદલાવાથી કાનની અંદર થતી ગતિવિધિનું મોનિટરિંગ કરે છે.
 
આ વિશેષ સાધન તૈયાર કરનારના ડેવલોપરોનું કહેવું છે કે આ ત્રીજા હાથની જેમ કામ કરે છે, કારણકે આનો ઉપયોગ દરમિયાન યૂઝર પોતાના બંને હાથોથી કામ કરવું પડતું નથી. પર્વતારોહણ, મોટરબાઈક રાઈડર્સ, અંતરિક્ષ યાત્રી તથા વિકલાંગો માટે આ ડિવાઈસ ખૂબ ઉપયોગી સાબિત થશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %