ગુજરાતમાં ૩૦ એપ્રિલના રોજ મતદાન થવાની જ તારીખ જાહેર થતાં જ રાજકીય પક્ષો જીતની તૈયારીમાં લાગી ગયા છે તો બીજી બાજુ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ વોટ આપવા માટે ગુજરાત આવવા માટેની તૈયારી કરી રહ્યા છે,તો કેટલાક એ ચૂંટણીના દિવસે મત આપીને તરત બીજા દિવસની ટિકિટ કઢાવી રહ્યા છે.ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ધણાં બધા ગુજરાતીઓએ પોતાના ફરવા માટે બહાર જવાની પણ ટિકીટો મોડી કઢાવી છે.
છેલ્લા કેટલાય વર્ષોથી દેશની બહાર એટલે કે ફોરેનમાં રહેતા ગુજરાતીઓ દેશની આગામી સરકારની અને સારા ઉમેદવારોની પસંદગી માટે પોતાનો કિંમતી વોટ નાંખવા ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને અનેક ગુજરાતીઓ મતદાનની તારીખના એક અઠવાડીયા પહેલા આવી પહોંચશે. અમેરિકા, યુકે, જાપાન, સિંગાપોર, જર્મની સહિત દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ પોતાનું યોગદાન આપશે તો કેટલાક પોલીટીકલ પાર્ટીઓના પ્રચાર પણ કરશે. ગુજરાતમાં પડતી ગરમીના કારણે ધણા ગુજરાતીઓ આવા મહિનામાં ભારત આવવાનું પસંદ કરતાં નથી પરંતુ લોકસભાની ચૂંટણીની ગુજરાતની મતદાન તારીખ જાહેર થતાં જ વિદેશમાં વસતાં ગુજરાતીઓએ ગુજરાતમાં આવવાનું નક્કી કરી લીધું છે.
માત્ર ગુજરાતીઓ નહીં કેટલીક સંસ્થાઓ પણ વિદેશમાં વસતાં ગુજરાતીઓમાં વોટીંગ માટે જાગૃતિ લાવવા કાર્યરત છે. વિદેશમાં કાર્યકર કેટલીય સંસ્થાઓ જે આ માટે પ્રયાસો કરે છે. સુરતની સંસ્થાઓ ગુજરાતીઓને મતદાન આપવા ગુજરાતમાં આવવાનું જણાવે છે.
CP/RP



















Reader's Feedback: