સંતરા એક એવુ ફળ છે, જેને જોતા જ તાજગીનો અહેસાસ થાય છે. દુનિયાભરમાં લોકપ્રિય આ ફ્રૂટનાં જ્યૂસનો બ્રેક ફાસ્ટમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. સંતરામાં પોષક તત્વો અને વિટામીન ભરપૂર છે.
સંતરામાં વિવિધ પોષક તત્વો પ્રચૂર પ્રમાણમાં હોય છે. અને સૌથી મોટી ખાસિયત એ છે કે કેલરી ખૂબ ઓછી હોય છે. સંતરામાંથી ડાયટરી ફાયબર મળે છે. જે શરીરમાંથી હાનિકારણ તત્વોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
સંતરામાં સૌથી વધુ વિટામિન સી હોય છે. સંતરા કુદરતી એન્ટીઑક્સીડેન્ટ હોય છે. જે ઇમ્યૂનિટી વધારે છે, અને લોહી સાફ કરવા સાથે સ્ટેમિના વધારવામાં મદદરૂપ થાય છે.
આંખો માટે ગુણકારી વિટામિન એ સંતરામાં વિશેષ પ્રમાણમાં હોય છે. ઉપરાંત વિટામિન બી કૉમ્પલેક્ષનો પણ સ્ત્રોત છે. જે હીમોગ્લોબિનની માત્રા વધારે છે.
ઉપરાંત સંતરામાં પોટેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે. જે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરે છે. અને હાડકાને મજબૂત બનાવે છે.
સંતરાને સૌથી વધુ જ્યૂસનાં રૂપમાં લેવામાં આવે છે. એક ગ્લાસ સંતરાનો જ્યૂસ નિયમિત રીતે લેવામાં આવે તો શરીર માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.
DP
Reader's Feedback: