संस्कृतं येडवगच्छन्ति, येडवगच्छन्ति संस्कृतिम् ।
स्वदेशं येडवगच्छन्ति, धन्यं जीवनि ते नरा : ।।
જે લોકો સંસ્કૃતને સમજે છે, સંસ્કૃતિને સમજે છે, અને સ્વ-દેશને સમજે છે તે લોકો ધન્ય જીવન જીવે છે. હજારો વર્ષોનો તપ:પૂત વારસો સાચવતી અને સતત વધારતી ભાષા સંસ્કૃત છે.
"પ્રાકૃત ભાષા કે બોલીને, શુધ્ધ કરીને, સજ્જ કરીને, કેળવીને, કે શણગારીને જે ભાષાને બહુજન સમાજે સ્વીકારી, તે સંસ્કારેલી ભાષા, એ સંસ્કૃત ભાષા છે. મહર્ષિ પાણિનિ, પતંજલિ અને કાત્યાયન મુનિનું, આ ભાષાની ચોકસાઇ આણવામાં પાયાનું યોગદાન છે."
‘સંસ્કૃત’ એ શબ્દનો પ્રથમ અર્થ જ, સંસ્કારિતાને સૂચવે છે, અને સંસ્કારિતાને સાચવતી આ ભાષા, વસ્તુત:, સંસ્કૃ (Cltured) છે. પ્રાકૃત ભાષા કે બોલીને, શુધ્ધ કરીને, સજ્જ કરીને, કેળવીને, કે શણગારીને જે ભાષાને બહુજન સમાજે સ્વીકારી, તે સંસ્કારેલી ભાષા, એ સંસ્કૃત ભાષા છે. મહર્ષિ પાણિનિ, પતંજલિ અને કાત્યાયન મુનિનું, આ ભાષાની ચોકસાઇ આણવામાં પાયાનું યોગદાન છે. અહીં લેખન અને ઉચ્ચારણમાં કોઇ જ ભેદ નથી. જેવું બોલાય તેવું જ લખાય ; અને જેવું લખાય તેવું જ બોલાય. પરિણામે, તેના વાકયમાં અર્થ સંગતિ બરાબર સચવાય. વાકયનાં પદોને ગમે તે ક્રમમાં ફેરવવા છતાં, તેનો અર્થ બદલાય નહી, એ આ ભાષાની વિશેષતા છે સમાન વિભક્તિવાળાં પદો, આપમેળે, એક ક્રમમાં ગોઠવાઇ જાય છે, અને અર્થ નિશ્ચિત જ મળે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, उत्तमं मित्रं दर्पण : शेदने नैव हसति ।। ‘મારો ઉત્તમ મિત્ર દર્પણ (mirror) છે, કે જે હું રહું, ત્યારે હસે નહી. આ સંસ્કૃત વાકયના પદોનો ક્રમ ગમે તે રીતે ગોઠવીએ, તો પણ અર્થ બરાબર જળવાઇ રહે છે.
આવી અનેક વિશેષતાઓ ધરાવતી આ ભાષાની, સૌથી આવી અનેક વિશેષતાઓ ધરાવતી આ ભાષાની, સૌથી મોટી વિશેષતાતો તેની સ્પષ્ટતા અને ચોકસાઇ છે. સાંપ્રત યુગમાં, ચોકસાઇની અપેક્ષા રાખતા કોમ્પ્યુટર માટે પણ, અન્ય કોઇ ભાષા કરતાં, સંસ્કૃત ભાષા વધુ યોગ્ય અને અપેક્ષિત છે, એમ સંશોધન કહે છે.
વિશ્વસ્તરે, સમર્થ ભાષાશાસ્ત્રીઓએ, આ વાતને વધાવી છે, અને સંસ્કૃત ભાષાનો સમાદર કર્યો છે. આ કારણે જ, વ્યાસ, ભાસ, કાલિદાસ; અને માઘ કે બાણ વગેરે સમર્થ સર્જકોએ અપનાવેલી સંસ્કૃત ભાષા, તેના સાંગોપાંગ–શુદ્ધ સ્વરૂપે, આજે પણ પ્રયોજાય છે. એકવીસમી સદીમાં પણ, ગદ્ય, પદ્ય, સહિતના સાહિત્ય પ્રકારોમાં સંસ્કૃત રચનાઓ વિપુલ પ્રમાણમાં થાય છે. આ ભાષાના લચીલાપણાને લીધે, છંદોબદ્ધ કાવ્ય તો સરસ રીતે નિષ્પન્ન થાય જ છે; ઉપરાંત, વિદેશી કાવ્ય પ્રકારો (જેવા કે, હાઇકુ, તાન્કા, ગઝલ)માં પણ સંસ્કૃત રચનાઓ થયા કરે છે, અને એ રીતે, આ ભાષા अमृता(न मृता) છે. તે dead language=મૃત ભાષા નથી જ. સંસ્કૃત ભાષામાં આજે પણ લખાતી નવલકથાઓ, મહાકાવ્યો, સ્ત્રોત કાવ્યો, પત્રો, અને કરાતી વાતચીત પણ, આ વાતની શાખ પૂરે છે.
"સંસ્કૃત સાહિત્યની નોંધપાત્ર વિશેષતા ધરાવતો અને સદાકાળ રોચક બની રહેલો એક સાહિત્ય પ્રકાર છે. ચિત્રકાવ્ય. આ પ્રકારની કૃતિઓ, આનંદ સાથે, માહિતી અને બોધ પણ આવે છે."
સંસ્કૃત સાહિત્યની નોંધપાત્ર વિશેષતા ધરાવતો અને સદાકાળ રોચક બની રહેલો એક સાહિત્ય પ્રકાર છે. ચિત્રકાવ્ય. આ પ્રકારની કૃતિઓ, આનંદ સાથે, માહિતી અને બોધ પણ આવે છે. ચિત્રકાવ્યના પેટા પ્રકારોમાં, વિવિધ સમાસ્યાઓની શ્લોકમાં પ્રસ્તુતિ અને ઉકેલ, કુટ પ્રશ્નકાવ્ય, પ્રહેલિકા, અપહ્નુતિ-કાવ્ય, શ્યુતક કાવ્ય, એક જ શ્લોકમાં પ્રશ્નોન્તર ભાષાચિત્ર કાવ્ય, વર્ણન કાવ્ય, ચિત્રકાવ્ય, ગીતિ કાવ્ય, બહિરાલાય કાવ્ય, અંતરાલાય કાવ્ય, વેગેરેના નાના વિધ પ્રયોગો થતા રહ્યા છે.
આમાંના અન્તરાલાય પ્રકારના શ્લોકો સરળ છતાં વિચાર કરતા કરે તેવા છે. તેવા શ્લોકોની પ્રથમ ત્રણ પંકિતમાં ત્રણ પ્રશ્નો પૂછાય છે, અને છેલ્લી પંકિતમાં આ ત્રણેના ઉત્તર દર્શાવાય છે. મોટે ભાગે, રચનાકારની કુશળતાને કારણે, ચોથી પંકિતની રચનામાં સરસ સૂક્તિ પણ મળે છે. આવા બે શ્લોક અહીં વિચારીએ, માણીએ.
युधिष्ठिर : सुत : कस्य ? जहां वहति कीदशी ?
शोथा हंसस्य का वास्ति ? धर्मस्य. त्वरिता गति : ।।
યુધિષ્ઠિર કોના પુત્ર ? ગંગા કેવી રે વહે ? અને હંસની શોભા શેમાં છે ? એ ત્રણ પ્રશ્નોના ક્રમશ : ઉત્તર છે – ધર્મરાજના, ત્વરિત, અને ગતિ. અહીં ચોથું ચરણ, ‘ધર્મની ગતિ ત્વરિત છે’ એવી સૂક્તિ પણ આપે છે.
आत्मीयता वरा कुत्र ? साफलयं कीदशं मतम ?
भाता वाग्छति किं नित्यम ? गुजराते. प्रियं शुभम् ।।
ઉપરનાં શ્લોકના જેવી જ અહીં રચના છે.
જાતે પ્રયત્ન કરીને, તેને માણીએ.
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: