ન્યૂયોર્ક :
અમેરિકામાં ભારતીયની વધુ એક સિદ્ધિનો ડંકો વાગ્યો છે. ભારતમાં જન્મેલા વિજય શેષાદ્રીએ પોતાના કવિતા સંગ્રહ 3 સેકશન્સ માટે કવિતા શ્રેણીમાં વર્ષ 2014 માટે પુલિત્ઝર એવોર્ડ જીત્યો છે. કોલંબિયા યુનિવર્સિટીના 98માં વાર્ષિક પુલિત્ઝર એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાતમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, શેષાદ્રીની 3 સેકશન્સને માનવ ચેતનાની છણાવટ કરનારા એક સંમોહક કવિતા સંગ્રહ છે. તેમને આ એવોર્ડ કોઈ અમેરિકી રચનાકારની મૂળ કવિતાની ઉત્કૃષ્ટ કિતાબને લઈને આપવામાં આવ્યો હતો. કોલબિંયા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શેષાદ્રીને 10,000 ડોલરનો પુરસ્કાર પમ મળશે.
પુલિત્ઝરની વેબસાઈટ પર શેષાદ્રી અંગે ઉપલબ્ધ માહિતી અનુસાર, તેઓ વર્તમાનમાં ન્યૂયોર્કમાં સારા લોરેન્સ આર્ટસ કોલેડમાં કવિતા તથા નોનફિક્શન ભણાવે છે. 1954માં બેંગ્લોરમાં જન્મેલા શેષાદ્રી પાંચ વર્ષની ઉંમરમાં જ અમેરિકા આવી ગયા હતા અને ઓહિયોના કોલંબસમાં ભણ્યા હતા.
શેષાદ્રીના કવિતા સંગ્રહોમાં જેમ્સ લાફલિન પુરસ્કાર વિજેતા ધ લાંગ મિડો એન્ડ વાઈલ્ડ કિંગડમ(1996)નો સમાવેશ થાય છે. તેમની કવિતાઓ, નિબંધ તથા સમીક્ષાઓ અમેરિકાન સ્કોલર, ધ નેશન, ધ ન્યૂયોર્કર, ધ પેરિસ રિવ્યુ, યેલ રિવ્યુ, ધ ટાઈમ્સ બુક રિવ્યુ, ધ ફિલોડેલ્ફિયા ઈન્કવાયર જેવા ઘણા પ્રતિષ્ઠિત પ્રકાશનો તથા અંજર 35 ધ ન્યુ જનરેશન ઓફ અમેરિકન પોએટ્સ તથા 1997 અને 2003ના ધ બેસ્ટ અમેરિકન પોએટ્રી સહિત અને કવિતા સંગ્રહોમાં છપાઈ ચૂકી છે.
પુલિત્ઝર જીતનાર તેઓ ભારતીય મૂળના પાંચમાં વ્યક્તિ છે. સૌથી પહેલા 1937માં વિજ્ઞાન સંપાદક ગોવિંદ બિહરી લાલે આ એવોર્ડ જીત્યો હતો. ભારતીય મૂળની અમેરિકન લેખક ઝુંપા લાહિરીએ વર્ષ 2000માં, લેખિકા-પત્રકાર ગીતા આનંદ 2003માં જ્યારે ડોક્ટર સિદ્ધાર્થ મુખરજીએ કેન્સર પર લખેલી બુક માટે 2011માં પુલિત્ઝર એવોર્ડ જીત્યો હતો.
MP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: