Home» Education» International Education» Us to start accepting h1b petitions from april 1

આનંદો... અમેરિકા H-1B વિઝાની અરજી પહેલી એપ્રિલથી સ્વીકારશે

એજન્સી | March 26, 2014, 06:29 PM IST

વોશિંગ્ટન :
અમેરિકા જવા માંગતા લોકો માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. ભારતીયોમાં લોકપ્રિય એવી એચ-1બી વિઝા શ્રેણી માટે અમેરિકા પહેલી એપ્રિલથી અરજી સ્વીકારવાનું શરૂ કરશે.
 
ગત વર્ષની જેમ યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઈએસ) વધુમાં વધુ 65,000 એચ-1બી વિઝાની ફાળવણી કરી શકે છે. જેનો સૌથી મોટો લાભ આઈટી પ્રોફેશનલ અને આઈટી કંપનીઓને થશે.
 
નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકન અર્થવ્યવસ્થામાં કરવાના હેતુથી ઓબામા સરકાર તથા ખાનગી ક્ષેત્ર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પર બહુ ભાર આપી રહ્યા છે. તેથી આશા છે કે એચ-1બી વિઝાની અરજી પહેલી એપ્રિલથી શરૂ થયા બાદ થોડા જ દિવસોમાં ભરાઈ જશે.
 
યુએસસીઆઈએસ દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, રોજગાર આધારિત આવેદનો પર પ્રક્રિયા આપવા તથા પહેલા પાંચ દિવસમાં જ માંગ પૂરી થઈ જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને યુએસસીઆઈએસ દ્વારા કામચલાઉ ધોરણે પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.
 
યૂએસસીઆઈએસ એચ-1બી માટેની પ્રક્રિયા 28 એપ્રિલ સુધીમાં શરૂ કરવામાં આવી શકે છે. સંસદનું ઓક્ટોબરથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષ માટે એચ-1બી વિઝાની સંખ્યા 65,000 રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં પહેલી 20,000 અરજી અમેરિકાનમાં સ્નાતકની ડિગ્રી કે તેનાથી ઉચ્ચ ડિગ્રી મેળવનાર માટે રાખવામાં આવી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %