ટાટા કંસલટન્સી સર્વિસેઝે આજે કહ્યુ કે તેઓ ચાલૂ નાણાકીય વર્ષમાં 55 હજાર કર્મચારીઓની નિયુક્તી કરશે. જેમાં 25,000 નવા કર્મચારી હશે.
ટીસીએસનાં કાર્યકારી ઉપાધ્યક્ષ અજય મુખર્જીએ પત્રકારો સાથેની વાતચીતમાં આ જાણકારી આપી. તેમણે કહ્યુ કે અમારી આ નાણાકીય વર્ષમાં 55,000 લોકોની ભરતી કરવાની યોજના છે. અને જ્યા સુધી કેમ્પસ હાયરિંગનો સવાલ છે, ત્યાં સુધી તે 25,000 રહેશે. કંપનીની ચોખ્ખી આવક નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળામાં 48.2 ટકા વધી હતી.
ટીસીએસનાં નિદેશક એન.ચંદ્રશેખરને કહ્યુ કે નાણાકીય વર્ષ 2014માં કંપનીએ 61,200 કર્મચારીઓની ભરતી કરી, જેના માટે લક્ષ્ય 50,000નું હતુ.
DP
Reader's Feedback: