મંગળવારની વહેલી સવારથી ગુજરાતમાં મોટાભાગના પંથકોમાં કમોસમી વરસાદ થવા પામ્યો છે. જેને પગલે રોડ રસ્તા પાણીથી ભીંજાઈ ગયા હતા. જેને પગલે ચોમાસા જેવા માહોલ સર્જાઈ જવા પામ્યો છે. સવારથી જ સૂર્યદેવની ગેરહાજરી રહેવા પામી છે. પરંતુ અગિયાર વાગ્યા બાદ સૂર્યદેવની પધરામણી પલભર માટે થતાં લોકોએ રાહનો શ્વાસ અનુભવ્યો હતો.
નેશનલ હાઈવે નંબર આઠ પર વહેસી સવારે ધૂમ્મસને કારણે વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી હતી. ઉપરાતં વર્મતાન સમયે નેશનલ હાઈવે આઠ બહુમાર્ગી બની રહ્યો હોવાથી તેની કામગીરી ચાલી રહી છે. જે કારણોસર ભીંજાયેલી માટીએ ચિકાસ પડી લેતાં વાહનો સ્લીપ થાય તેની શક્યતાઓ વધી જવા પામી હતી. જથી વાહનચાલકો સતર્કતાથી વાહનો ચલાવતા નજરે પડી રહ્યાં હતાં.
બસ દ્રારા રોજીંદી મુસાફરી કરી રહેલા વિધાર્થી અને નોકરીયાત વર્ગને બસોમાં ભારે તકલીફ પડી હતી. સમય અનુસાર રોજિંદી બસોમાં થોડો વિલંબ થતાં નોકરીયાત અને વિધાર્થીઓને લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડી હતી. જોકે સવારે યાત્રીઓથી ભરચક ભરાઈ જતાં બસ સ્ટેન્ડ આજે ખાલીખમ જણાઈ રહ્યાં હતાં.
અમદાવાદ શહેરમાં કાદવ-કિચડને કારણે વયોવૃદ્ધ વ્યક્તિ લપસી જવાનો બનાવ બન્યો હતો. જે કારણોસર તે રોડ અડઘો કલાક સમય સુધી બેભાન અવસ્થામાં પડી રહ્યો હતો. જોકે જવાબદાર અમદાવાદીઓએ સત્વરે 108 સેવાને કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત પ્રૌઢ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
ગુજરાતના મોટા શહેરોમાં મોટાભાગે ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી. કાદવ કિચડને પગલે શહેરીજનો ત્રાહીમામ પોંકારી ઉઠ્યાં હતાં. જેને પગલે મોટાભાગના બાઈક સવારો સ્પિલ થયા હોય તેની નાની –મોટા બનાવો અસંખ્ય બનવા પામ્યાં છે.
બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. અને તમાકૂ જવા પાકોમાં ભીંજાશ આવી જતાં પાકને અસર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
રોડ રસ્તે રહેતા ઝૂપડીઓમાં રહેતા પરિવારો અણધાર્યા વરસાદને પગલે આખી રાત ભીંજાતા રહ્યાં. જોકે સત્વરે તેમને પ્લાસ્ટીકથી ઝૂપડીને ઢાંકવાની ફરજ પડી હતી.
નાના શહેરોમાં નડિયાદ જેવા શહેરમાં બે ઈંચ વરસાદ પણ શહેરને પાણી પાણી કરી દે છે. તેવી પરિસ્થિતિમાં આજે વહેલી સવારે પડેલા કમૌસમી વરસાદે શહેરના મુખ્ય બે ગરનાળાં પાણીથી ભરચક ભરાઈ ગયા હતા. જે કારણસોર શહેરીજનોને ભારે તકલીફ પડી હતી.
ગુજરાતના શહેર અને કમોસમી વરસાદ
અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, અમેરલી, વડોદરા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે કડાકા સાથે વરસાદ નોંધાયો ઉપરાંત કચ્છમાં કરા પડતા લોકો ચોંકી ઉઠ્યાં હતા.
હવામાન વિભાગના મતે
અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પગલે સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પવનોનું જોર ઘટ્યું છે જેથી ઠંડીની માત્રામાં ઘટોડો થયો છે. પરંતુ વાદળોનું પ્રમાણ વધી જતાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
RP
Reader's Feedback: