શહેરમા સ્વાઇન ફલુના બે પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. પાલનપુર પાટિયાના યુવાન અને સીટીલાઇટની મહિલાનો સ્વાઇન ફલુ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તકેદારીના પગલે આરોગ્ય તંત્ર બંનેના પરિવારજનોનું તબીબી પરીક્ષણ કર્યુ હતુ. મહત્વની વાત તો એ છે કે શહેરમાથી ઠંડી ગાયબ થઇ ગઇ હોવા છતા સ્વાઇન ફલુના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચોકીં ઉઠ્યુ હતુ.
મળતી માહિતી મુજબ, શહેરમા પાલનપુર પાટિયાના 28 વર્ષીય યુવાન અને સિટીલાઇટની 58 વર્ષીય મહિલાનો સ્વાઇન ફલુ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાલનપુર પાટિયાનો યુવાન હજીરા શીપ યાર્ડમા નોકરી કરે છે. 26 મી ફેબ્રુઆરીના રોજ તેને તકલીફ થતા તેને શહેરની ખાનગી હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડયો હતો. અને બાદમા વધુ સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં તબીબે તેનો રીપોર્ટ કઢાવતા તેમા સ્વાઇન ફલુનો રિપોર્ટ પોઝીટીવ આવતા તબીબો પણ ચોકીં ઉઠ્યાં હતાં.
તો બીજી તરફ સીટીલાઇટ વિસ્તારમા રહેતા મહિલા હાલ મિશન હોસ્પીટલમા સારવાર લઇ રહ્યા છે. આ બંને કેસો પોઝીટીવ આવતાની જાણ થતા જ આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ હતી. તેઓએ તાત્કાલિક બંનેના પરિવારજનોનુ તબીબી પરીક્ષણ કર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમા શિયાળાની ઋતુમા સ્વાઇન ફલુના કેસો જોવા મળે છે. ઠંડા વાતાવરણમા ફલુના વાઇરસ ફેલાય છે.હાલ શહેરમા ઠંડી ગાયબ થઇ ગઇ છે.છતા પણ આટલી કાળઝાળ ગરમીમા બે બે રીપોર્ટ પોઝીટીવ આવતા તબીબો પણ ચોકીં ઉઠયા હતા.
CP/RP
Reader's Feedback: