રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સ્વાઈન ફ્લુથી વધુ એક દર્દીનું મોત નીપજતા તંત્ર હરકતમાં આવી ગયું હતું સિવિલ હોસ્પીટલમાં એક શાપરના યુવાનનું મોત થતા ફરીથી લોકો ભયભીત થઇ ગયા છે તેમજ સ્વાઈન ફ્લુ વોર્ડમાં એક કેશ નોંધાતા હોસ્પિટલ તંત્ર ઉંધા માથે થઇ ગયું છે સિવિલ હોસ્પીટલના અધિક્ષક દ્વારા આ ઠંડીની અસર હોવાનું જણાવવામાં આવ્યું છે.
શાપર વેરાવળની પંચાયત ઓફીસ પાસે રહેતા ભાવિન નામના યુવાનને શરદી , ઉધરસ અને તાવ ની અસર થતા સ્થાનિક તબીબ પાસે સારવાર કરાવી હતી પરંતુ તબિયત વધુ લથડતા ગઈકાલે જ તેને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો અહિયાં ફરજ પરના તબીબોને સ્વાઈન ફ્લુના લક્ષણો દેખાતા તાકીદે તેને સ્વાઈન ફ્લુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનો રીપોર્ટ કરવામાં આવતા રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો રીપોર્ટ પોઝીટીવ આવતા જ તેની સઘન સારવાર શરુ કરી દેવામાં આવી હતી પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તબીબો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની અસર વર્તાતી હોવાથી તેને લીધે આ રોગ ફેલાઈ રહ્યો છે સામાન્ય રીતે આ રોગ ઠંડીમાં વધુ ફેલાતો હોય છે પરંતુ છેલ્લા થોડા કેસો ગરમીમાં પણ નોંધાતા હવે આ રોગ ગમે ત્યારે લાગુ પડી શકે તેમ છે.
સિવિલ હોસ્પીટલના સ્વાઈન ફ્લુ વોર્ડમાં એક મહિલા દર્દી પણ દાખલ છે તેનો રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હોવાથી તેની પણ સઘન સારવાર શરુ કરી દેવામાં આવી છે.
JJ/RP
Reader's Feedback: