.jpg)
ભગવાન રામના પરમ ભક્ત અને પવનપુત્ર હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિતે શહેરમાં ઠેર ઠેર અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. બળે બાલાજી બજરંગ મિત્ર મંડળ દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ 51 જેટલા ફલોટસ જોડાયા હતા અને ધર્મનો પ્રચાર નાના નાના બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો.
બાળકો દ્વારા વિવિધ ભગવાનના રૂપો ધારણ કરીને આ ફ્લોટમાં ખાસ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. છેલ્લા 6 વર્ષથી આ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. નિત્યક્રમ મુજબ આજે પણ આ શોભાયાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રા વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી.
JJ/RP
Reader's Feedback: