રાજકોટ સહીત દેશભરમાં લોકસભાની ચુંટણી માટે તંત્ર ઊંધા માથે થઇ ગયું છે,ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં 100 ટકા મતદાન થાય તે માટે કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે કલેકટર રાજેન્દ્રકુમારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજકોટ બેઠક માટે 15 ઉમેદવારી પત્રો નોંધાયા છે મતદારોની સંખ્યામાં 53 , 860 મતદારો નવા જોડતા કુલ મતદારોની સંખ્યા 19 લાખ 70 હજાર 200 થઇ છે રાજકોટ અને મોરબી જીલ્લામાં કુલ 3759 પરવાનેદારો પાસેથી હથિયારો જવા લેવામાં આવ્યા છે બંને જીલ્લામાં 36 મુખ્ય નાકાઓ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મતદાન દરમિયાન કોઈ ઈવીએમ મશીનમાં ખામી સર્જાય તો વધારાના 100 ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે.મતદાન દરમિયાન કોઈ ઘટના ઘટે તો તાકીદે પહોચી વળવા માટે રાજકોટ મોરબી બંને જિલ્લાઓમાં 33 ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે.
પેડ ન્યુઝ પ્રસારિત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા ને બે નોટીસ ફટકારવામાં આવી છે રાજકોટ જીલ્લામાં 80 વર્ષથી વધુની ઉમરના 40 હજાર મતદારો અને 100 વર્ષથી વધુની ઉમરના 123 જેટલા મતદારો નોંધાયા છે.વધુ ને વધુ લોકો મતદાન કરે તે માટે કલેકટર તંત્ર દ્વારા વોલ કેમ્પેઈન ચલાવવામાં આવશે તેમાં મતદાન જાગૃતિના ચિત્રો બનાવવામાં આવનાર છે તેમાં લોકો પોતાના મંતવ્યો રજુ કરતા સિગ્નેચર કરશે તે ઉપરાંત મતદાન તારીખ પૂર્વે એટલે કે એક દિવસ અગાઉ 29 એપ્રિલના રોજ સાંજે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવશે જેમાં જાહેર જનતાને જોડાવવા અપીલ કરવામાં આવી છે.
JJ/RP
Reader's Feedback: