વેડરોડ ભરીમાતા રોડ પર આવેલા આંગણવાડીના બાળકોને પોલીયોની રસી પીવડાવામા આવતા 30 થી 35 બાળકોને રીએકશન થતા ઝાડા ઉલ્ટી તેમજ મોં પર ફીણ જોવા મળતા તંત્ર દોડતુ થયુ હતુ. અને તાત્કાલિક આ બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર વેડરોડ ભરીમાતા, મંદિના મસ્જીદ નજીકની આવેલી આંગણવાડીમા 50 જેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે. દરમિયાન બુધવારે સવારે આંગણવાડીમા મનપા દ્રારા તમામ વિઘાર્થીઓને પોલીયોની રસી પીવડાવવામા આવી હતી. જયા શરુઆતમા 30 થી 35 બાળકોને પોલીયોની રસી પીવડાવતાની સાથે જ તેઓ પર રીએકશન જોવા મળ્યુ હતુ. આ બાળકોમા વોમીંટીગ તથા મોઢા પર ફીંણ બાઝીં જતા આંગણવાડી મહિલાઓ ગભરાય ગઇ હતી. અને તાત્કાલિક આ અંગે આરોગ્ય તંત્રને જાણ કરતા તેઓ બનાવની જગ્યાએ પહોચી ગયા હતા. અને અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક 108 દ્રારા નજીકની ખાનગી હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. હાલ આરોગ્યતંત્રએ આ પોલીયોની રસી પાછી ખેચીં લઇ તેને તપાસ અર્થે મેડીકલ લેબોરેટરીમા મોકલી આપવામા આવી છે.
CP/RP
Reader's Feedback: