અમદાવાદ કોર્પોરેશન દ્વારા સંચાલિત કમલા નહેરૂ ઝૂઓલોજી ગાર્ડન , કાકંરિયા ખાતે જાન્યુઆરી મહિનાની 17મી તારીખથી લઈને 31મી તારીખ સુધી “ મેનેજમેન્ટ ઓફ વાઇલ્ડ એનિમલ્સ ઇન કેપ્ટિવિટી વિથ સ્પેશિયલ રેફરન્સ ટુ ઇમ્પ્રુવ્ડ એનિમલ હેલ્થ એન્ડ ધેર અપકીપ ” વિષય પર પ્રાણીસંગ્રહાલયના એનિમલ કીપર્સ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
પંદર દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં 191 એનિમલ કીપર્સને તાલીમ આપવામાં આવશે.જેમાં ઔરંગાબાદના 2, ઇન્દોર-2, વર્ધા પીએફએ-2, નાગપુર-2 ગોવા-2, મુંબઈ પ્રાણીસંગ્રહાલયના 2,પૂના, રાજકોટ,જૂનાગઢા, ઇન્દ્રોડા પાર્ક, સુંદર વનના 2 તાલીમાર્થીઓ તથા ઉદેપુર ઝૂના 1 તાલીમાર્થી એમ કુલ મળીને 15 પ્રાણી સંગ્રહાલયમાંથી આશરે 29 જેટલા તાલીમાર્થી આ પ્રોગ્રામમાં ભાગ લેશે.
તાલીમની સાથે સાથે તાલીમાર્થીઓ માટે થોળ પક્ષી અભયારણ્ય, રતનમહાલ સ્લોથ બિયર સેન્ચુરી, સાયન્સ સીટી, ઇન્દ્રોડા નેચર પાર્કની મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમનો હેતુ વૈજ્ઞાનિક ઢબે પશુપક્ષીઓની સંભાળ રખાય તે માટેનો છે.પશુ પક્ષીઓને થતા રોગો તેમની તકલીફો વિશે પણ તાલીમાર્થીઓ આ સેશન બાદ સજજ થઈ શકશે. એટલે સરવાળે પ્રાણીઓનું સંરક્ષણ, શિક્ષણ તથા સંશોધન કરવાનો હેતુ સિદ્ધ થશે.
MP/RP
Reader's Feedback: