Home» Development» Urban Development» Traffic problem increases due to commercial complex

કોમર્શિયલ કોમ્પલેક્સને કારણે વધેલી ટ્રાફિક સમસ્યા

જીજીએન ટીમ દ્રારા | April 05, 2014, 01:01 PM IST

જામનગર :

જામનગર શહેરની વિકરાળ બનેલી ટ્રાફિક સમસ્યામાં જો કોઈનો સિંહફાળો હોય તો તે કોર્મિશયલ કોમ્પ્લેક્ષો છે. શહેરના મોટાભાગના કોમ્પ્લેક્ષોના પાર્કિંગ બંધ છે અથવા પાર્કિંગ થાય તેવુ નથી. કોમ્પ્લેક્ષો આસપાસ થતા વાહનોના પાર્કિંગના કારણે માથાના દુઃખાવારૃપ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. શહેરીજનો માટે આ સમસ્યા રોજીંદી બની ગઈ છે. છતાં મહાપાલિકાની આ બાબતની ઉદાસીનતાના કારણે કોર્મિશયલ કોમ્પ્લેક્ષો પાસેથી નિકળવું એટલે પરીક્ષા દેવા જેવું થાય છે.


જામનગર શહેરમાં થોડા વર્ષો પહેલા અશ્વિનકુમાર મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પાર્કિંગ ન હોય અથવા તેમાં દબાણ થયા હોય, સાફ-સફાઈ થતી ન હોય, પાણી ભરાયેલા હોય તેવા ૮૦ જેટલાં કોર્મિશયલ કોમ્પ્લેક્ષોના લીસ્ટ તૈયાર કરી તમામને તાત્કાલિક પાર્કિંગ ચાલુ કરવા નોટિસો ફટકારી હતી. અથવા સિલીંગ માટે તૈયાર રહેવા જણાવ્યુ હતું. જે બાદ બે થી ત્રણ કોમ્પ્લેક્ષોને સીલ પણ મારવામાં આવ્યા હતા પરંતુ ત્યાર બાદ રાજકીય દબાણોથી અચાનક જ આ કામગીરી અભેરાઈ પર ચડી ગઈ હતી. જે આજ દિવસ સુધી નીચે ઉતરી નથી. કોમ્પ્લેક્ષ પાલે ટ્રાફિક અંગે બહુ ઉહાપોહ થાય એટલે મહાપાલિકા ટ્રેકટર લઈ દસ-પંદર ટ્-વ્હીલર ભરી આવી તેને પ૦ રપિયા દંડ લઈ છોડી મુકી કામ કરવાનો સંતોષ માની લે છે.


ટ્રાફિક પોલીસ તો મહાપાલિકાથી પણ એક ડગલું આગળ ચાલી આવા કોમ્પ્લેક્ષો પાસે પડયા પાર્થયા રહેતા વાહનો સામે જોવાની તસ્દી પણ લેતા નથી, જેના કારણે ભારે અરાજકતા ફેલાઈ રહી છે. જો કોર્મિશયલ કોમ્પ્લેક્ષોમાં પાર્કિંગ શરૃ કરાવવામાં આવે તો જામનગર શહેરની મોટાભાગની ટ્રાફિક સમસ્યાનો અંત આવે તેમ છે પરંતુ તેના માટે  નથી મહાપાલિકાને રસ કે નથી પોલીસને.


અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ માત્ર નામનું


જામનગર મહાનગરપાલિકાને તાજેતરમાં બ્રહ્મજ્ઞાન થયુ હોય તેમ કોર્મિશયલ તથા અન્ય બિલ્ડીંગો જેમાં ગ્રાઉન્ડ પાર્કિંગ ન હોય તેને મંજૂરી ન આપવાનો ઠરાવ સ્ટેન્ડીંગમાં મંજૂર કરી શહેરી વિકાસ મંત્રાલયને મોકલ્યો છે જે મંજુર થતા જ અંડર ગ્રાઉન્ડ ર્પાિંકગ જે ખરેખર ઉપયોગમાં આવતા નથી અને પાર્કિંગના નામે દુકાનો બનાવી વેચી નાખી પાર્કિંગમાં દબાણ કરવામાં આવે છે તે બંધ થઈ જશે. પરંતુ હયાત કોમ્પ્લેક્ષોનું શું તે બાબતે તંત્ર મૌન છે...!

 

AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %