
સમગ્ર સૌરાષ્ટ્રમાં સૂર્યદેવના આકરા મિજાજનો પરચો જનસામાન્યને મળી રહ્યો છે. ક્રમશઃ વધતો જતો તાપમાનનો પારો ખરા મધ્યાહને ચામડી બાળવા લાગ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ આકરા તાપની તૈયારી લોકોએ કરવી પડે તેવા નિર્દેશો મળી રહ્યા છે. ત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં થોડી રાહત જોવા મળી રહી છે.
ઉનાળાના આગમન સાથે દિવસો લાંબા અને રાત્રી ટૂંકી થઈ રહી છે. હવામાનના ભેજનું પ્રમાણ પણ ઘટતું જાય છે. સમગ્ર પ્રદેશમાં નીચલા જમીનસ્તરે ફૂંકાતો પવન સુકો બની ગયો હોય લૂં લાગવા જેવી અનુભૂતિ થઈ રહી છે. આવતા દિવસોમાં આ પરિસ્થિતિ હજુ વકરે તેવું હવામાનખાતાના નિષ્ણાંતો પાસેથી જાણવા મળ્યું છે.
હાલાર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સુર્યનારાયણે આકરો મિજાજ યથાવત રાખતાં લોકો આકરા તાપથી બહાર નિકળવવાનું ટાળ્યું હતું. ગરમીના કારણે લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતાં. આજે રવિવારના દિવસે લોકોએ ઘરમાંથી બહાર નિકળવાનું ટાળ્યું હતું.શહેરમાં બપોરના સમયે બજારો અને માર્ગાે સુમસામ થઈ ગયા હતા.
ફાગણમાસ પુરો થતા અને ચૈત્રી માસની શરૃઆત થતાં જ સુર્યનારાયણે પોતાનો આકરો મિજાજ દર્શાવવાનું શરૃ કરી દિધુ છે. ત્યારે હાલાર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી આકરા તાપથી લોકોને રીતસરનો ગરમી નો અનુભવ થયો છે. અને ઘર-ઓફિસોમાંથી બહાર નિકળવાનું પણ ટાળ્યુ હતું. અને સુર્યનારાયાણએ ધીમે-ધીમે આકરો મિજાજ દેખાડતા લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતાં. ત્યારે ઉનાળાની શરૃઆતથી આકરા તાપથી લોકો પરેશાન થવા લાગ્યા છે.ત્યારે હવામાન ખાતા વાળા કહે છે. આ વર્ષે ગરમી વધુ પડશે. અને તાપમાન ૪૪ ડિગ્રીને પાર કરી જશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરમીથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખેતી કામ કરી શકતા નથી. અને વૃક્ષના છાયડાનો સહારો લઈને ગરમી અને તાપથી રક્ષણ મેળવે છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજે લઘુતમ તાપમાન ર૧.૪ તથા મહતમ તાપમાન ૩૭ ડિગ્રી રહ્યુ હતું. અને ભેજનું પ્રમાણ ૯૬ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧પ કિ.મીની ઝડપે ફુકાયો હતો.ત્યારે આજે રવિવારનો દિવસ હોવાથી અને આકરી ગરમીના કારણે લોકોએ ઘરમાંથી બહાર નિકળવાનું ટાળતાં બપોરના સમયે શહેરની બજારો સુમસામ થઈ ગઈ હતી. ગરમી સાથે લુ રાહદારીઓ અને વાહન ચાલકોએ અનુભવી હતી.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં હજુ પણ તાપમાન 'સહ્ય' રહેતું હોવાનું આશ્વાસન લઈ શકાય તેમ છે. વેરાવળમાં આજે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં ૨૮.૨ ડિગ્રી સાથે દિવસ ખુશ્નુમા બની રહ્યો હતો. જો કે, પોરબંદરમાં ૩૪.૬ ડિગ્રી સાથે આકરા તાપના એંધાણ સ્થાનિકોને મળ્યા હતા. પોરબંદરમાં સોમવારે હજુ પણ એક ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે.
જામનગર સહિત હાલારભરમાં રવિવારે મહતમ તાપમાનનો પારો નીચે સરકતા ગરમીનુ જોર ઘટયુ હતુ.જોકે,૩૦થી૩પ કિ.મિ.ની ઝડપે સુસવાટા મારતો પવન ફુંકાયો હતો.સાથો સાથ ભેજના ઉંચા પ્રમાણના પગલે પરોઢીયે વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી.
જામનગર-દ્રારકા જિલ્લામાં ઓણ સાલ ઉનાળાના આગમન બાદ પણ અમુક અપવાદરૂપ તબકકાને બાદ કરતા મહદઅંશે સુર્યનારાયણનો મિજાજ સાધારણ રહયો છે જેના પગલે દિવસે માત્ર બપોરના સમયે જ લોકો ગરમીનો અહેસાસ કરે છે.જયારે સતત ભેજના ઉંચા પ્રમાણના પગલે મોડીરાત્રીથી વહેલી સવાર સુધી વાતાવરણમાં હજુ પણ ટાઢકનો અનુભવ થાય છે.
જામનગરમાં શનિવારે કાળઝાળ ગરમી બાદ રવિવારે ફરી મહતમ તાપમાનનો પારો નીચે સરકયો હતો અને ૩૧.૬ ડીગ્રીએ પહોચી જતા લોકોએ માત્ર બપોરના સમયને બાદ કરતા અસહ્ય ગરમીથી આંશિક રાહત મેળવી હતી.જોકે,પવનની ઝડપમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. જામનગરમાં ત્રીસથી પાંત્રિસ કિ.મિ.ની ઝડપે ફુંકાયેલા ભારે પવનના પગલે બપોરના સુમારે ધોરીમાર્ગો પર પસાર થતા વાહનચાલકોએ લૂનો અહેસાસ કર્યો હતો. સાથો સાથ વહેલી સવારે પણ અવિરત પવનના મુકામ સાથે ભેજના ઉંચા પ્રમાણથી વાતાવરણમાં ટાઢક પ્રસરતી જોવા મળે છે.આમ, હજુ ય હાલારમાં મહદઅંશે મિશ્ર હવામાન જોવા મળી રહયો છે
દરમિયાન રવિવારે સુરેન્દ્રનગર ૪૦.૩ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બની ગયું હતું. ત્યારબાદ અમરેલીમાં ૩૯.૨ રાજકોટમાં ૩૮.૫ અને ભાવનગરમાં ૩૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગરના તાપમાનમાં ગઈકાલની સાપેક્ષમાં રવિવારે ૨.૯ ડિગ્રી જેટલો ઘટાડો થતાં લોકોને આંશિક રાહત થઈ હતી.
AI/RP
Reader's Feedback: