વ્યવસાયે 55 વર્ષીય હોમ્યોપેથી ડૉક્ટર પદ્મરાજને વડોદરાથી નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી મેદાન ઉતરવાની તૈયારીઓ કરી લીધી છે. ઉલ્લેખનીય છેકે ડૉક્ટર પદ્મરાજને અત્યારસુધીમાં 158 વખત ચૂંટણી લડી ચૂકયાં છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેઓ 159મી ચૂંટણી લડશે.
અનકો વખત ચૂંટણીમાં હારી ચૂકેલા પદ્મરાજન રેકોર્ડ બનાવામાં આવે છે. તેમને ચૂંટણીમાં જીતવનો કોઈ રસ નથી. દર વખતે ખ્યાતનામ રાજનેતાઓની સામે તેઓ ચૂંટણી લડવાનું વધારે પસંદ કરે છે. જે કારણોસર લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવા તેમણે વડોદરાની ધરતી પર પસંદ ઉતારી છે.
પોતાને ભારતનો ચૂટણી નરેશ કહેતા ડૉ.પદ્મરાજન છેલ્લા 25 વર્ષથી ચૂંટણી લડી રહ્યાં છે અને પોતાનું લક્ષ્ય ન પામે ત્યાં સુધી ચૂંટણી લડવા તૈયાર છે.
ભારતના આ ચૂંટણી નરશે અત્યારસુધીમાં અટલ બિહારી વાજપાઈ, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, મનમોહન સિંહની સામે ચૂંટણી લડી ચૂક્યાં છે. તેઓ તેમની પહેલી ચૂંટણી 1968માં લડ્યા હતા અને અત્યારસુધી ચૂંટણી લડવા પાછળ 12 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂક્યાં છે.
RP
Reader's Feedback: