ભારતીય યુવતીઓના એનઆરઆઈ (નોન રેસીડેન્ટ ઈન્ડિયન) સાથે લગ્ન કરવાનો મોહ વર્ષોવર્ષ વધી રહ્યો છે. જેના મોહમાં અનેક યુવતીઓના જીવન બરબાદ થયા હોય તેવા કિસ્સાઓ ઉજાગર થતા હોય છે. અમુક કિસ્સાઓમાં લગ્નજીવન શરૂ થયાંને થોડા જ વર્ષોમાં સંબંધો છૂટાછેડા સુધી પહોંચી જાય છે. અથવા તો અમુક યુવતીઓ પોતાના અસિલયત જાણીને વિદેશમાં જ બીજી લગ્ન તરફ વળી જતી હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં યુવતીઓ સાથે લગ્ન કરીને એનઆરઈ યુવકો પાછા વિદેશ જતા રહ્યાં છે. અને અહીં તેમની રાહ જોતી યુવતીના વર્ષો વિતી જાય છે. તેમ છતાં લગ્ન કરેલ યુવક તેને લેવા આવતો નથી. અને જો સદ્દનસીબે તેને વિદેશ લઈ પણ જાય તો ત્યાં નવી દુનિયા અને કડવું સત્ય જાણીને માનસિક રીતે ભાંગી પડે છે.
વિદેશી એનઆરઆઈ સાથે લગ્ન કરાવી દેવાના મોહમાં અનેક મા-બાપ એનઆરઆઈ યુવકની મરજી અનુસાર બધું જ કરી દેતા હોય છે. જેમાં પંદર દિવસમાં લગ્ન કરી દેવાની વાત હોય કે લગ્ન પછી એનઆરઈ યુવક તેમની દિકરીને છોડીને પરત વિદેશ જતો રહેશે. અને વિઝા મળ્યા બાદ યુવતીને વિદેશી બોલાવાની વાત હોય દરેક દરેક વસ્તુમાં સત્વરે તૈયાર થઈ જાય છે.વિદેશમાંથી લગ્ન કરવા આવતો દરેક યુવક કે પછી એનઆરઆઈ સાથે લગ્ન કરનાર દરેક યુવતી થાય છે તેમ પણ નથી. પરંતુ જો લગ્ન કરવા માટે આવેલા એનઆરઆઈ સાથે પોતાની દિકરીનું લગ્ન નક્કી કરતા પહેલા થોડી સાવચેતીના પગલાં લેવામાં આવે તો ચોક્કસ આ ભીતિથી બચી શકાય છે.
તે પહેલા જાણી લઈએ કે એનઆરઈ સાથે લગ્ન કર્યા બાદ યુવતીઓને કેવા પ્રકારની તકલીફો પડતી હોય છે.
1. લગ્ન કરીને વિદેશ પહોંચ્યા બાદ ખબર પડે છેકે યુવક પહેલીથી જ પરિણત છે.
2. યુવતિઓનો પાસોપર્ટ કબ્જે લઈને તેની પાસે બળજબરી કરવામાં આવે છે.
3. ખબર છેકે એનઆરઆઈ યુવક વિદેશીમાં કંગાળ પરિસ્થિતિમાં રહે છે.
4. વિદેશમાં યુવતી પાસે નોકરાણી જેવું કામ લેવા માટે જ લગ્ન કર્યા છે.
5. તકરાર કરીને જાણીજોઈને ધરની બહાર ધકેલી દેવામાં આવે છે.
6. યુવતી વિદેશ પહોંચે ત્યારે તેને રિસીવ કરવા માટે કોઈ આવતું જ નથી
7. યુવતી સાથે લગ્ન કરી દેશમાં થોડું લગ્નજીવનની મજા લઈ પાછો વિદેશ જતો રહે અને પછી પરત ન આવે અને ત્યારબાદ ઈન્ડિયન કાયદા પ્રમાણે છૂટાછેડા લેવાની કોશિષ કરે.
એનઆરઆઈ સાથે લગ્ન કરાવતી વખતે યુવતી અને તેના મા-બાપ દ્રારા રાખવા જેવી જરૂરી સાવચેતી
1. લગ્ન માટે ઉતાવળા ન બનો
2. મૂરિતાયની સારી રીતે શક્ય હોય તેટલી પૂછપરછ કરો.
3. મધ્યસ્થી, મેરેજ બ્યુરો પર આંધળો વિશ્વાસ કરીને લગ્નમંડપે બેસવાની ભુલ ન કરો
4. લગ્ન વિધિથી કરવાનો આગ્રહ રાખવો. મહેમાનોની હાજરીમાં લગ્ન કરવા ઉપરાંત ફોટાગ્રાફી તેમજ વિડીયોગ્રાફી કરવાનો આગ્રહ રાખવો અને ત્યાર બાદ લગ્ન નિયમ પ્રમાણે રજીસ્ટર્ડ કરાવી લેવા.
5. લગ્ન કરવા આવેલો મુરતિયો વિદેશમાં શું કામ કરે છે. તેની આવકના પુરાવા તેમજ ઘર અને પરિવારની છાપ તેમજ તેની ઓળખ કરી લેવી તે માટે પુરતો સમય આપ્યાં બાદ જ આગળની તૈયારી બતાવી.
6. પુરેપુરો સંતોષ થયા બાદ જ પોતાની દિકરીની ઈચ્છા અનુસાર યુવક પંસદ હોય તો જ લગ્ન માટે તૈયાર થવું.
RP
Reader's Feedback: