સુરતમા જે રીતે નીચાણવાળા વિસ્તારમા પાણીનો ભરાવો થઇ રહ્યો છે, તેવી સ્થીતીને પહોચી વળવા માટે એસઆરપીના તાલીમબદ્ધ જવાન તૈયાર હોવાનુ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું. પૂરની સંભવિત સ્થિતિ અને અફવાઓ વચ્ચે લોકોને સાચી માહિતી મળે તે માટે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આજરોજ બપોરે તાત્કાલિક એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી જેમાં ઉપરોક્ત માહિતી આપી હતી. પોલીસ કમિશનરે લોકોને અફવાથી દૂર રહેવા પણ ખાસ અપીલ કરી હતી.
શહેર પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના દ્રારા પ્રેસ કોન્ફરન્સ રાખી લોકો સુધી વાત પહોચાડી હતી કે હાલમાં ઉકાઈ ડેમમાંથી મોટા પાયે પાણી છોડાતું હોવાથી તાપી બંને કાંઠે વહી રહી છે. પૂર આવશે એવી વાત શહેરમાં ફેલાઈ છે. સરકારના તમામ તંત્રો એકબીજાના સંકલનમાં છે અને સ્થિતિ નિયંત્રણમાં છે તેમ છતાં પૂર આવે કે અન્ય કોઈ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે પોલીસતંત્ર પણ સક્ષમ છે. એસઆરપીના તાલીમ પામેલા જવાનો કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
પરિસ્થીતીને જોતા પોલીસ કમીશનરે શહેરવાસીઓને અપીલ કરી છે કે તેઓ અફવાથી દૂર રહે. અફવા પર ધ્યાન નહીં આપવા ખાસ ભાર આપ્યો છે. કમિશનર અસ્થાનાએ જણાવ્યું છે કે પૂરની અને તાપીમાં પાણીની આવકની માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ફોન નંબર અને જિલ્લા કલેક્ચર કચેરીના ફ્લડ કંટ્રોલરૂમમાંથી સાચી હકીકત મળે છે. જોકે તમામ લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલરૂમનો ફોન નંબર નહીં હોય એવું બને પરંતુ પોલીસ કંટ્રોલરૂમનો નંબર તમામ પાસે છે. માટે પોલીસ કંટ્રોલરૂમમાંથી પણ પૂર અને તાપીમાં પાણીની માત્રા બાબતની સાચી માહિતી મળી રહેશે. કે માટે કોઈ પણ વ્યક્તિ પોલીસ કંટ્રોલરૂમના ૧૦૦ નંબર પર ફોન કરી સાચી માહિતી મેળવી શકશે.
CP/DP
Reader's Feedback: