ઉનાળો ધીરે ધીરે તેની જમાવટ કરવા લાગ્યો છે ત્યારે શહેરની યુવતીઓ અને યુવાનોમાં હવે ઉનાળું આઉટફિટ્સનું શોપિગ શરૂ થઈ ગયું છે. શહેરના યુવાનોની આ પસંદગીને ધ્યાનમાં રાખીને એક જાણીતા મોલમાં સમર કલેક્શનના વિવિધ આઉટફિટ્સનો સમર ફેશન શો યોજાયો હતો.
ફેશન શોમાં લાઈટ રંગના તેમજ એકવા કલરનું કલેક્શન વધારે જોવા મળ્યું હતું. કારણ કે આછા રંગ ગરમીમાં વધારે રાહત આપે છે. જ્યારે પ્રિન્ટમાં બ્લોઝમ તથા ફ્લોરલ પ્રિન્ટ લોકોને વધારે પસંદ આવી હતી.
ફેશન શોને યુવાનો તેમજ યુવતીઓએ મન ભરીને માણ્યો હતો. આ ઉપરાંત ફેશન શોના અંતે સમર વેરની ખરીદી માટે ડિઝાઈનર્સની ટિપ્સ પણ માગી હતી.
MP/RP
Reader's Feedback: