ઘોઘલા પુલ પર રાત્રિનાં અરસામાં એસટી બસે બાઇકને ઠોકર મારી દેતાં ફિઝીકસ એજયુકેશન ઓફિસરનું મોત નિપજયું હતું. આ ઘટનાથી ખારવા સમાજ અને ખેલાડીઓમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.
દીવમાં આસી. ફિઝીકસ એજયુકેશન ઓફિસર તરીકે નોકરી કરતાં બાબુભાઇ કાનજી ચૌહાણ ઉર્ફે પરસોતમ ખીરખાયો (ઉ.વ.પ૯) ગત રાત્રિનાં ૯.૩૦ વાગ્યાનાં અરસામાં પોતાની બાઇક પર ઘોઘલા તરફ આવી રહયાં હતાં ત્યારે દીવ- ઘોઘલા પુલ પર રાજકોટ - દીવ રૂટની એસટી બસ નં.જીજે-૧૮-વાય- ૭૮૮૨ની બાઇકને ઠોકર લાગી જતાં માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.
આ બનાવમાં પોલીસે બસનાં ચાલક ભાણજી બાવા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓ ઘોઘલા ખારવા સમાજ અને રમત-ગમતનાં ખેલાડીઓમાં ખુબજ ચાહના ધરાવતા હતાં અને નોકરી દરમિયાન ફરજ નિષ્ઠાથી સેવા બજાવી હતી.
MP/RP
Reader's Feedback: