આઇઆઇટીજીના ડિરેક્ટર સુધીર જૈને ન્યૂયોર્કમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલને સંબોધતા જણાવ્યું હતું કે ભારતના સામાજિક અને આર્થિક વિકાસમાં આઇઆઇટીની ભૂમિકા ઘણી અગત્યની રહી છે. આ ઉદબોધન સુધીર જૈને ''ટોપ ટુ બોટમ: ધ રોલ ઓફ આઇઆઇટી ઇન મિટિંગ ઇન્ડિયાઝ સોશિયલ નેટવર્ક'' પ્રવચનમાળા અંતર્ગત કર્યું હતું.
આ ઉપરાતં પ્રોફેસર જૈને આઇઆઇટીને ભારતની સૌથી ભદ્ર સંસ્થાઓમાંની એક ગણાવી હતી. તેમણે આ પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો કે, દર વર્ષે અડધા વિશ્વમાંથી તેમને ત્યાં આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. ઘણા બઘા આઇઆઇટીયન્સ ભારતમાં સારા કોર્પોરેટ લીડર બની ચૂક્યા છે. આ બધી બાબતોની સાથે આઇઆટીની ભૂમિકા સામાજિક અને આર્થિક વિકસમાં પણ ખૂબ અગત્યની રહીછે તે બાબતને નજરઅંદાજ ન કરી શકાય.
પ્રો.સુધીર જૈન આંતરારાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિ છે જેઓએ નેશનલ ઇન્ફરમેશન સેન્ટર ઓફ અર્થક્વેકના વિકાસમાં પણ અગત્યની ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતુંકે, અમે વિદ્યાર્થીઓની સામાજિક જવાબદારી નિભાવવાની તથા જાગૃત્તિ કેળવવાની ક્ષમતા પર પણ ભાર મૂકીએ છીએ.
MP/DP
Reader's Feedback: