
પ્રતિકાત્મક ફોટો
સુરત :જુન-૧૪થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજિસ્ટર થયેલ શાળાઓ પોતાના વર્ગો વધારવા માટે આવતીકાલથી શિક્ષણ બોર્ડમાં અરજી કરી શકશે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા ૧૫ જુલાઈ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.
નવા શૈક્ષણિક સત્રથી વધારાના વર્ગો શરૂ કરવા ઇચ્છતી શાળાઓ માટે શિક્ષણ બોર્ડે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. જે મુજબ, શાળાઓએ વધારાના વર્ગો શરૂ કરવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે. એપ્લિકેશન ફોર્મ સહિતની જરૂરી વિગતો શાળા સંચાલકોએ ૧૫ જુલાઇ સુધીમાં ભરવાની રહેશે.
શિક્ષણ બોર્ડે વેબસાઇટ પર જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, જૂન-૨૦૧૪થી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી નોન-ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના હાલ ચાલુ વર્ગોના વધારાના વર્ગો શરૂ કરવા તથા હાલ શાળામાં ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગ શરૂ કરવા માટે ૧૫ જુલાઇ સુધી ઓનલાઇન દરખાસ્ત મંગાવવામાં આવી છે. બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ તથા એફિડેવિટનો નમૂનો તેમજ જરૂરી સૂચનાઓ ૭ એપ્રિલથી ૧૫ જુલાઇ સુધી ઉપલબ્ધ રહેશે.
શાળાના સંચાલકોએ ઓનલાઈન અરજીની નંબર સાથેની નકલ, અસલ એફિડેવિટ અને વધારાના વર્ગદીઠ રૂપિયા ૧૧૦૦૦નો તેમજ હાલના ચાલુ ધોરણમાં ઉપરનો ક્રમિક વર્ગ શરૂ કરવા માટે રૂપિયા ૧૦૦૦૦નો ડિમાન્ડ ડ્રાફ્ટ બોર્ડની કચેરી ખાતે મોકલી આપવાનો રહેશે. આ ડિમાન્ડ ડ્રાફ્ટ સચિવ શ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામે મોકલવાનો રહેશે જેની પાછળ શાળાનું નામ, સરનામુ જરૂરી, ફોરર્વંડગ પત્ર સાથે બોર્ડની કચેરીને મળે તે રીતે રજૂ કરવાનો રહેશે.
CP/RP
Reader's Feedback: