સુપ્રિમ કોર્ટે કિન્નરો ત્રીજી જાતી તરીકેને માન્યતા આપી દીધી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે તેમની ગણતરી આર્થિકરૂપે પછાતની સાથે ભણતર અને શિક્ષણમાં અનામત આપવામાં આવે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે કિન્નરોને સ્વાસ્થ્ય સેવાઓ અને વેલફેર યોજનાઓમાં સમાવેશ કરવામાં આવે.
આઝાદી પછી કિન્નરો માટે પહેલી વખત આટલો મોટો નિર્ણય આવ્યો છે. કોર્ટ અનુસાર કિન્નરોનો ત્રીજા લિંગમાં સમાવેશ કરવામાં આવે. સુપ્રિમ કોર્ટે દરેક રાજ્યોને નિર્દેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટના આ નિર્ણય બાદ સમાજમાં ઉપેક્ષાનો શિકાર બનેલા અનેક કિન્નરોને રાહત મળશે.
નોંધનીય છેકે કિન્નરોને આ પ્રકારે દરજ્જો આપનારો ભારત પહેલો દેશ બન્યો છે. સુપ્રિમ કોર્ટે ચુકાદો આપતાં કહ્યું કે આ સમુદાયને વિશેષ દરજ્જો આપવામાં આવે ઉપરાંત આ જાતીને પણ બાળકો દત્તક લેવાનો અધિકાર મળવો જોઈએ.
RP
Reader's Feedback: