સૌ.ગૂગલ ઇમેજ
અમદાવાદ :"છોકરી જોવાની વાતથી માંડીને સુહાગરાત સુધીની દરેક વિધીમાં દંગલ રહેલુ છે. છોકરી જોવા જઈએ ત્યારે પહેલી વાર તો છોકરો ગભરાઈ જતો હોય છે કે શું પુછુ?? શું ના પુછુ?? એક વાર અમારો પપ્પુ પણ છોકરી જોવા ગયો ? છોકરીએ પુછ્યુ પપ્પુભાઈ ચણાના લોટમાંથી કેટલી વસ્તુઓ બને? પપ્પુ તો ફટોફટ બધી વાનગી અને ફરસાણના નામ બોલવા માંડ્યો તો પણ છોકરીને સંતોષના થયો. છેવટે પપ્પુ કંટાળીને જવાબ આપ્યો "તમારા પિતાશ્રીનુ મૄત્યુ થાય ત્યારે જે બુંદીના લાડુ બને એયય ચણાના લોટમાંથી બને". કુંવારો છોકરો લગ્નનું જોખમ ખેડવા હસતો હસતો જતો હોય છે અને "પત્ની પિડીત પક્ષ"માં જોડાવા જાય..!! અરરર..બિચારાને એવુ ન કહેવાય..મારો ય વારો આવશે..મારેય પશુતામાં સોરી સોરી પ્રભુતામાં પગલા માંડવા પડશે..
કંકોતરીમાં પણ બાબો સોરી ચિરંજવી પુત્ર યુ.એસ કે ઓસ્ટ્રેલિયા હોય તો એ લખવાનો ટ્રેન્ડ આવી ગયો છે અને પુત્રી જો ડોક્ટર હોય તો પણ લખવાનો રિવાજ છે વધુ કંકોતરી વિશે જય વસાવડાનો લેખ વાંચી લેવો એમાં મારે બોલવાની કાંઈ જ જરુર નથી. લગ્નએ સપ્તપદીના ફેરા વખતે ઘણીવાર છોકરા છોકરી દોડતા જોવા મળે કે લાવ પહેલો હું બેસી જાવ પરંતુ કોણ બેસી એતો કોઈને ખબર જ નથ હોતી, કા.કે મોસ્ટ ઓફ છોકરી જ પહેલા બેસતી હોય છે બેન્ડ વાજા વાળા પણ રાપ્ચિક મ્યુઝિક વગાડતા હોય છે અને ઘણા એવુ વગાડતા હોય છે કે સાંભળવાનુ જ ન ગમે અને ઘણા કોકિલ કંઠી બેસુરા બની જતા હોય છે અને સાંભળવા વાળા ઘણા બધીર બની જતા હોય છે. લગ્નએ સુખી જીવનની નિશાની છે. લગ્ન પછી બાળકો આવે સાથે સાથે એક વસ્તુ પર ઓબ્ઝર્વેશન કર્યુ કે જે લોકો લગ્ન પહેલા સિંગલ બોડી હતા એ ડબલ બોડી બની જતા હોય છે. પત્નીના હાથની બનાવેલી રસોઈ ખાવાથી કદાચ આવુ બની શકે..!! ઘણા છોકરા છોકરીને લગ્નનું નામ સાંભળી ચેપ ઉપડતો હોય છે પરણવા માટે પરંતુ તે અંગે કોઈ વેક્સિન ઉપલબ્ધ નથી.!!
હમણા પાછી બે દિવસથી ઠંડી વધારે ચાલુ થઈ છે એટલે બધા ધાબળા, શાલ, વાંદરા ટોપી પહેરેલા જોવા મળે અને વાળ પણ વિખાયેલા જોવા મળે. વળી જો કોઈ પ્રસંગમાં ક્ષતિ જણાય તો ફિડબેક અર્થે ઈમેઈલ ડ્રોપ કરવાનો રહેશે જેથી આગળના પ્રસંગ માં કઈ રીતે મેનેજમેન્ટ કરવુ તે અંગે પ્લાનિંગ કરી શકાય..!! ઘણીવાર ઘણા લોકો પરદેશથી આવ્યા હોય છોકરી જોઈ ના હોય મિન્સ ઈન્ટરનેટ પર તો જોઈ જ હોય રુબરુમાં પહેલી વાર મળતા હોય...આંખથી આંખ મિલાવતા હોય ત્યારે પેલા બિચારાને એ ખબર નથી હોતી કે મારે છોકરા પણ સાચવવા પડશે..!! વળી ઘણા લગ્નમાં ધોમ ખર્ચો કરતાં જોવા મળે પરંતુ મેઈન વસ્તુમાં તેમના જ ફેમિલીના લોકો ખોટ કાઢતા દેખાય..દાળમાં મીઠુ ઓછુ છે, બાસુંદી મોળી છે, શાક તીખુ છે વળી ઘણા લોકો આઈસક્રિમ, પુડીંગ પર મારો ચલાવતાં હોય છે.
એક વાર એક ભાઈ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા ગયા ત્યાં એમની પત્નીએ પુછ્યુ, તમે ડોળા કાઢી સર્ટિફિકેટ માં હું જોવો સો?? ભાઈ બોલ્યો..હું તો મેરેજ સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ જોતો હતો. લગ્નમાં જ્યારે વર તોરણે ચઢ્યો હોય ત્યારે ગાળાગાળી વાળી કવિતાઓ સામસામે ચાલતી હોય છે એમાંય વળી ઘણીવાર હસવાનુ ખસવાનુ થતુ હોય છે એધ્યાન રાખવુ આવશ્યક છે અને ખાસ આવનારી પત્નીથી. એ ધારે તો તમને વાસણ પણ માંજવા બેસાડી દે અને ધારે તો તમારા પગ પણ દાબી દે... એ આ પત્ની છે.
વધુ વાતો ફરી ક્યારેક,
હૈપ્પી વેલેન્ટાઈન ડૈ ઈન એડવાન્સ..!!
આપની પત્ની આપને ખુબ જ પ્રેમ આપે તથા જો આપ લગ્ન કરવાના હોય કે કરવાની હોય તો દામ્પત્ય જીવન સુખી નિવડે..!!
PP/DP
Reader's Feedback: