
આમ તો ભારતમાં સર્વપ્રથમ રેલ્વે મુંબઈ થી થાણા વચ્ચે ૧૬ એપ્રિલ,૧૮૫૩ માં દોડી હતી અને દિવસે દિવસે આખાય ભારતમાં રેલ્વે લાઈન પ્રસરી ગઈ. દુનિયામાં બીજા નંબરે આવતુ રેલ ખાતુ ભારતનુ છે જેનો ગર્વ લેવો જોઈએ..!!
રેલ્વે એટલે રેલ્વે બોસ... ભલે લોકોના ઘર સુધી નથી પહોંચતી પણ એના સ્થળ સુધી તો પહોંચે જ છે. રેલ્વેમાં દરેક જાતના ધંધા થાય. બુટ પોલીસથી માંડીને બગસરાના દાગીના વેચવા સુધીનો વેપાર થાય ને વળી તો તમે ન જોયા હોય એવા ધંધા પણ થાય.
એક્ઝામ્પલ આપુ તો સમોસા વેચવા આવે..અને ભલે ગાડી હોય પરંતુ ઉત્સવો આ ગાડીમાં પણ ઉજવાય છે દોસ્ત પુનમ હોય તો સત્યનારાયણની કથા રંગેચંગે થાય ને મહાપ્રસાદ પણ વહેંચાય. ટ્રેનમાં બહેન દરેકને મામા બનાવીને ટાબરીયા ખોળામાં બેસાડી દેતીં હોય છે. બેસ બેસ બેટા મામા કહેવાય!! રડીશ નહિ. ને વળી ત્રણ ની સીટમાં ચાર જણ બેસે, ભલેને પછી સીટના કોર્નર પર બેસવાનુ થાય. પણ બેસે ખરોને વળી પાછુ બેસવા માટે ઝઘડે અને ઘણી વાર ફાઈટીંગ પણ થઈ જાય. ઘણા લોકો વિકલાંગ ન હોવા છતાં વિકલાંગના ડબામાં બેઠેલા જોવા મળે. ઘણા તો આરામ કરવા લગેજના ડબામાંથી સુતેલા નિકળે/જોવા મળે!! ઘણા લોકો મેમુ ટ્રેનમાં સામાન મુકવાને બદલે ત્યાં સુતા જોવા મળે.
વળી ઘણા ફેમિલી તો રેલ્વે સ્ટેશન પર નીચે બેસીને કિટ્ટી પાર્ટી કરતાં જોવા મળે. વળી ઘણા લોકો ખાસ કરીને મહિલાઓ ઘરની અધુરી રહેલી વાતો પણ ચાલુ ગાડીએ કરવા બેસે ને એ વાતો તો એટલી લાંબી હોય કે રેલ્વે સ્ટેશન જતુ રહે તેની ખબર ના પડે!!
ઘણા બાળકો ટ્રેનમાં કસરત કરતાં જોવા મળે. બે પકડવાના હુક પકડીને લટકતાં જોવા મળે વળી ઘણા બારણે બેઠેલા જોવા મળે!!
અને લાલુ પ્રસાદ જ્યારે ટ્રેનનુ બજેટ રજુ કરતાં હતા ત્યારે એ જોવાની મજ્જા આવતી હતી. ધીમે ધીમે ઠચુક ઠચુક લોકલ ટ્રેનની જેમ પાન ચાવતા જાય ને એક પછી એક લાલ પોટલીમાંથી ફાઈલો કાઢી વાંચતાં હતા. અને લાલૂનાં ગયા બાદ તો કોણ રેલવે બજેટ રજૂ કરે છે એ ખબર જ નથી પડતી. રેલવે પસાર થતા બદલાતા સ્ટેશનની જેમ રેલવે પ્રધાનો પણ બદલાતા ગયા.
ઘણા લોકો ટી.ટી.ને આવતા જોવે ને તરત જ ટ્રેનના સંડાસમાં ઘૂસી ને છુપાઈ જતાં જોવા મળે. ડુંગરપુરીયા રામલા હોળી વખતે ટ્રેન ના ડબ્બા પર બેઠેલા જોવા મળે!!
હાલો...મળીયે આવતા લેખે..કઈંક નવા વિષય સાથે..કઈંક નવી ઈન્ટરેસ્ટીંગ વાતો સાથે..ત્યાં સુધી અલ્પવિરામ આપીએ..!!
છગ્ગો
"મિટીંગ માં કોઈ હખણુ બેસતુ જોવા ક્યારેય નથી મળતું,
કોઈક હાથ ખંજોળતુ જોવા મળે કે પેનથી લીંટા પાડતુ જોવા મળે!! "
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: