"હમણા થોડા સમય પહેલા જ લોકસભામાં વચગાળાનું બજેટ રજુ થયુ, જેમાં નાણામંત્રીએ પોતાના આગવા અંદાજથી અંદાજપત્ર રજૂ કર્યુ. આ વખતે લોકસભામાં ન જોયા હોય તેવા અનેક બનાવો જોવા મળ્યા. સાથે સાથે હમણા જ ગુજરાત વિધાનસભામાં પણ લેખાનુદાન પણ રજૂ થયુ. આ જોઈ પપ્પુએ પણ વિવિધ જગ્યાએ જઈ દુકાનોએ જઈ આગામી વર્ષ માટે લોકોએ શું આયોજન કર્યુ છે તે જાણવાના પ્રય્તન કર્યા જે નીચે મુજબ છે.
કરિયાણા વાળા: આ વર્ષે અમારે મહત્તમ ડ્રાયફુટ તથા ચણાનો લોટ વેચવાની ગણતરી છે તેના માટે ૨૦ લાખ રુપિયા અમે ફાળવીએ છીએ. તથા ફરાળી વસ્તુઓ પર ૧૦ લાખ રૂપિયાનું આયોજન છે. જેથી લોકો ધરાઈ ધરાઈને ઉપવાસમાં ફરાળ ઝાપટી શકે.
ટ્રાફિક પોલીસ: આ વખતે ૧૦૦ કરોડનો દંડ તથા ૧૫૦ કરોડનો હપતો ઉઘરાવવાનો પ્લાનિંગ છે કાશશ..!! અંદાજપત્ર મુજબ ગોલ ક્લિયર થાય તો સારુ..!!
ચા વાળો: આ વખતે તો બોસ આપણને ફાયદો જ છે ન.મો. સાહેબ ચા વાળાને પ્રમોટ કરી રહ્યા છે તેના કારણે લોકો કિટલી પર વધુ ચા પિવા આવી રહ્યા છે ને અમે મેક્સિમમ ૨૦ લાખ લોકો ને ચા પિવડાવવાનો અંદાજ રાખીએ છીએ.
મોચી: આ વખતે મહત્તમ લોકોના બુટ પગરખા સીવીને વધુ વળતર મેળવવાનો પ્રય્તન છે.
મિડીયા ચેનલ: આ વખતે કોમ્પિટીટર ચેનલ કરતા વધુ પોઈન્ટ શોધી લાવી હાઈએસ્ટ ટી.આર.પી વધારવા ને મેળવવાનો પ્રયત્ન કરીશું.
હાસ્યલેખક: ઓછુ લખી ને..ઓછુ બોલી ને લોકો ના પેટનો દુ:ખાવો કેવી રીતે વધારી શકાય તેનો નિર્ણય કર્યો છે.
અભિનેતા: નવી નવી સ્ટાઈલ લાવી...નવાનવા કપડાની ફેશન લાવી ફેન્સ કેવી રીતે વધારવા તેનો ગોલ છે.
એડવોકેટ: વધુમાં વધુ બનાવો બનેને વધુમાં વધુ કેસ કેવી રીતે લાવવાને તેનુ નિરાકરણ કેવી રીતે કરવુ તે અંગે યોજના બનાવી છે.
રિક્ષા વાળો: સુપરફાસ્ટ એક્ષપ્રેસ સ્પીડે...મસ્ત મજ્જાના ડોલ્બી સાઉન્ડે લોકોને નચાવતા નચાવતા કેવી રીતે ડ્રાઈવિંગ કરવુ તે અંગેની ટ્રેઈનિંગ આપવા આયોજન કરેલ છે.
કોન્ટ્રાક્ટર: સસ્તા ભાવે વધુ નફો કેવી રીતે મેળવવોને વધુમાં વધુ ક્વોલિટી સાથે ચેડા કરી રિડીંગ કેવી રીતે ખોટા લખાવવાને મુન્સીટાપલીના અધિકારીઓને વહિવટ કેવી રીતે કરવો તે અંગેનુ પ્લાનિઁગ છે.
રેડિયો જોકી: વધુમાવધુ રેડિયો પર મારી બોલમ્ બોલ કેવી રીતે કરવીને લોકોને ઈમ્પ્રેસ કેવી રીતે કરવા તેની યોજના છે.
બોસ: કર્મચારીઓ જોડે વધુમાં વધુ કામ કરાવી, પ્રોડક્શન કેવી રીતે વધારવુ તથા લોકોને તે અંગે વળતર કેવી રીતેને કેટલુ ઓછુ આપવુ તેનુ આયોજન છે.
કર્મકાંડી મહારાજ: વધુમાં વધુ લોકોના લગ્ન કરાવી કુંવારામાંથી "પત્નીપિડીત પક્ષ"માં વધુમાં વધુ લોકોને એન્ટ્રી કરાવી દેશની વસ્તી કેવી રીતે ઉતરોતર વધારવી તે અંગેની ધારદાર યોજના છે..!!
આવુ બજેટ તો આપણી મમ્મી, પપ્પા પણ બનાવતા જોવા મળે છે કે આ વર્ષે પાંચ કિલો તુવેરદાળ વપરાશે..૧૦૦ કિલો ચોખા..૭ ડબા તેલ કે ૧૦ મણ ઘઉં..આવુ આપણે પણ બજેટ બનાવતા હોઈએ છીએ..!!
હોપપ..તમે બધા સરસ મજ્જાનુ બજેટ બનાવો..આ બજેટ જસ્ટ હાસ્ય રિલેટેડ છે જેને સાચી રીતે ધ્યાનમાં લેવુ નહિ ને મગજ ભરેલુ રાખીને વાંચવુ જેથી ફ્રેશ થઈ શકાય..!!
મળીયે આવતા લેખે ત્યાં સુધી હું એટલે પપ્પુ થોડો વધુ આંટો મારીઆવુ પંચાત કરતો આવુ..!!
બજેટ 2014ની બૂમાબૂમ...
અમદાવાદ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: