ટાઈટલનું નામ મારા નામની જેમ થોડુ ટેઢુ મેઢુ છે, પણ અચ્છા હૈ!! લગ્નની સિઝન જોરદાર ચાલી રહી છે, ને સાથે સાથે ચૂંટણીની સિઝન અરરર સોરી સોરી આચાર સહીંતા છે નામ લેવાઈ ગયુ, પણ ચાલે યાર... ભારત છે. અંહી બારેમાસ લોકોના ઘરે જમણવાર થતો રહે છે એટલે મજ્જા જ મજ્જા હોય..!! હમણા શનિવારે મારે જમવા જવાનુ થયુ... જમવામાં ૨૯ વસ્તુ જોઈને હરખઘેલો થઈ ગયો... શું ખાવુ ને શું ન ખાવુ. હવે સ્ટાર્ટરમાં તો સુપ બધ્ધે જ કમ્પલસરી થઈ ગયા છે ભલે ને પછી ન આવડતો હોય બનાવતા તો પણ કસ્ટર્ડ પાવડર નાંખી ઠપકારે ને પરાણે પિવડાવે. વળી એમાં ક્રમ્સની જગ્યાએ ચોખાની તળેલી સેવો આપેપેપેપે..!! ઘણા લગનમાં ફુલકા રોટલી વાળો રોટલી એવી રીતે ઉછાળતો હોય કે એ જોઈ સામે વાળા ને ચક્કર આવી જાય ને બે ના બદલે ચાર રોટલી ખાઈ જાય..!! વળી ઘણી વાનગીના નામ ચિત્ર વિચિત્ર હોય દા.ત. માર્બલ પટ્ટી સમોસા. એવુ લાગે કે માર્બલ પટ્ટી હોય પણ જઈને ખબર પડે કે નવતાડ જેવા જ સમોસા હોય..!!
જે લગ્નમાં સુપ પાણીપુરી આઈસ્ક્રીમ ફુલકારોટી નથી, એ લગ્ન/સત્કાર સમારંભ અધુરો છે. એવુ અમારુ માનવુ છે.
લગ્નમાં ઘણા લોકો ને જોઈને એવુ જ લાગે કે ખાવા માટે જન્મ્યા હોય ને જેવુ જમવાનુ ચાલુ થાય તેવો તરત પહેલો ઘૂસ મારે ને જમવાનુ ચાલુ કરે. ઘણા લોકો લગનમાં દાળ તો ઠીક પણ બાસુંદી ઉભા ઉભા ૫ વાડકી ગટગટાઈ જાય એ પણ એક સાથે દારુના પેક ની જેમ..!! જોકે હું ઈર્ષા નથ કરતો..આતો ખાલી તમને કવ સું..
જમણવારની મજ્જા ખરા અર્થમાં બ્રાહ્મણો લે છે તેવુ અમારુ માનવુ છે. કારણ કે જેટલુ ભરપેટ બ્રાહ્મણ જમી શકે ને એ પછી ઘસઘસાટ નસકોરાં બોલાવતાં ઉંઘી શકે એવુ બીજુ કોઈ નથી. ઘણા લોકો લગ્નમાં રંગીન નાની નાની સાઈઝના ભૂંગળા રાખતા હોય છે જો કે હવે તેનુ સ્થાન ફ્રાય્મ્સ એ લઈ લીધુ છે. પણ આદત તો વહી પુરાની. બા પોતાના બાળકો માટે રુમાલમાં અવશ્ય ભરી લે અને પોટલી વાળી દે. બીજુ એવુ જ મુખવાસમાં થાય લોકો ચાંલ્લો પછી લખાવે પહેલા મુખવાસ ખાય. વળી આજકાલ મુખવાસમાં નાના મીઠા પાન નિકળ્યા છે જેમાં એક છોકરો અગડમ બગડમ બોલતાં બોલતાં તમારા મોંમા પાન મુકી દે ને તમે ઈજમેટ વાળો ઠંડો સ્વાદ માણ્યા કરો. આવુ જ બીજુ છે ચાઈનીઝ આઈટમ માં દરેક જગ્યાએ હવે હક્કા નુડલ્સને ડ્રાય મન્ચુરીયન જોવા મળે જ!! ભારતીય ભોજન મેનુમાંની એક્સટ્રા એકવીટી વાળુ એડિશનલ ભોજન કહી શકાય. જો કે ચાઈનામાં આવી કોઈ વાનગી મળતી નથી અને હોય તો ચીના જાણે!!
હવે, તો જમણવારમાં બધુ મીની જોવા મળે. મીની દાબેલી, મીની પિત્ઝા, મીની વડાપાઉં, મીની પુડ્લા પણ જોવા મળે ને મેં ખાધા છે, અને હા મિની ઢોંસા તો ખરા જ!! સાલ્લુ હવે તો બધુય મિની મળવા ને બનવા લાગ્યુ છે જેટલુ આ બધુ ખાવાથી તૄપ્તિ નથી થતી તેટલી કદાચ મિની સ્કર્ટ જોવાથી થઈ જાય..!!
ઘણા લોકો જમવામાં પોતાની ફેવરિટ વસ્તુ જોવે તો તેના પર ત્વરિત તુટી પડતા હોય છે કે જાણે ભુખ્યા શેરને પાંજરામાંથી છોડ્યો હોય ને ખાવુ એને એ જ દેખાય..!! હવે તો લગ્નમાં તંદુરી રોટી અને નાન મળવા લાગ્યા છે એટલે હવે પુરીની ડિમાન્ડ ઘટી ગઈ હોય એવુ અમારુ માનવુ છે. ઘણીવાર સબ્જી લેવા જઈએ એમાંય કન્ફ્યુઝન પેદા થાય કારણ કે બન્નેની ગ્રેવી એક જ કલરની હોય અને વળી સબ્જી પણ અટપટી હોય દા.ત પતરવેલીયા સબ્જી. અને ઘણીવાર તો સબ્જી રોટી ખાઈ લે પછી ખબર પડે કે આ પેલુ શાક છે પણ એક વસ્તુ નજરે જોવા મળે છે કે ગુજરાતમાં ગુજરાતી સબ્જી કરતાં પંજાબી સબ્જીનું ચલણ વધુ જોવા મળે છે..!!
...અને છેલ્લે આઈસ્ક્રીમ આવે એટલે બધાને એમ કે બ્રાન્ડેડ નામવાળો બ્રાન્ડેડ આઈસ્ક્રીમ હશે અને વેનિલા આઈસ્ક્રીમ પર ડબલાથી ટોપિન્કસ નાંખતાં નજરે પડે તો મોતીયા મરી જાઈ..!!કે સાલ્લુ સાવ આવુ...હશે હશે બોલતાં બોલતાંય ચાર પાંચ આઈસ્ક્રીમ દબાવી જાય મિન્સ ખાઈ જાય યારર..!!
હાશ...બહુ ખાવા પર લખી લીધુ...લખતા લખતા મનેય મોંમા પાણી આવે છે ને એટલે જ બાજુમાં કાલાજામુનની ટ્રે સાથે રાખીને આર્ટિકલ લખી રહ્યો છું.:-D બાય ધ વે તમારા મોંમાય પાણી તો આવ્યુ જ હશે!! તો જલ્દીથી લગનમાં કોઈક ના જઈ આવો ને જમણવાર માં ઝાપટી આવો..!! હું તો અમારા દિપકભાઈ ના લગ્નની રાહ જોઉ છુ કે ક્યારે ઘોડે ચઢે ને બધ્ધા ને જમવા આમંત્રિત કરે!!
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: