
કોર્પોરેટ વર્લ્ડમાં એક ખાસ પ્રકારનો રિવાજ છે કે નવા જોઈનર્સને ઈન્ડકશન પ્રોગ્રામનો લાભ આપવો જેમાં કંપનીના બિઝનેસ હેડ, એચ આર હેડને મળી શકે..!! આમ, આપણા પપ્પુએ પણ એક અમદાવાદની પ્રતિષ્ઠીત કંપનીમાં નોકરી મેળવી છે ને તેમને ઈન્ડકશન પ્રોગ્રામ એટેન્ડ કરવાનો આવ્યો. પપ્પુ તો તમને ખબર જ છે કે પ્રતિભાશાળી અરરરર સોરી મલ્ટી ટાસ્કર..મલ્ટી ટેલેન્ટેડ વ્યકતિ છે જ..!! તો પપ્પુ એ શું અનુભવ્યુ, શું કર્યુ તે અંગે હવે તમારે નીચે સ્ક્રોલ કરવુ પડશે..!!
સૌથી પહેલા એચ.આર વાળા આવે..
કંપની કેવી રીતે સ્ટાર્ટ થઈ..કોણ ફાઉન્ડર હતુ..કઈ સાલમાં પહેલુ પ્રોડકશન થયુ અને માર્કેટમાં ક્યારે આવી...આવી વાતો કરતાં કરતાં લગભગ એક કલાક કરે અને ભેજુ પકવી દે..!! ઘણા લોકો સવાર સવારમાં ચા ની રિતસર માંગણી કરતાં જોવા મળે એ ક્યારે કેમ માંગે એમાં તમે સમજી શકો છો..!!
એચ.આર.ડી. કંપનીની પોલિસી...કંપનીના રુલ્સ એન્ડ રેગ્યુલેશનસ સમજાવે...ઘણા સમજુ લોકો આ મહિતી ધ્યાનથી સાંભળે ને બીજા લોકો ને સિક્સર પણ જાય ને પછી ઓફિસે જઈને કપાળ પર હાથ મુકી વેબસાઈટ રિફર કરતાં કરતાં ઈ બુક વાંચતા જોવા મળે..!!
એડમિન: એડમિન આવે એટલે આપણા ફેવરની વાત કરે...તમારુ સિટીંગ એરેન્જમેન્ટ..તમારા ડ્રોઅરનું લોક...તમારી સેફ્ટી...તમારી સેલેરી...તમારી પે ઈન સ્લીપની દરેક વાત એ કરે...પપ્પુ આમાં વાત કરે કે મે'મ તમે બધી વાત કરી પણ જમવાની ફેસેલિટી વાત કરો..!! પપ્પુ રોક્સ..મેમ શોક્સ..!!
પછી તરત જ ફુડ પ્રોસેસિંગ લઈને લેપટોપ લઈને આછી પાતળી ટાલ ધરાવતા વ્યકતિ આવી જાય...બધાને એમ કે આ ભાઈ નવી નવી વાનગીઓની રેસિપી શિખવાડવા અથવા કંપનીના ફુડ અંગે માહિતી આપવા આવ્યા હશે ને શરુઆત કરે પશુઆહારથી...એટલે લોકોના મોતિયા મરી જાય પણ એવુ ના થાય છેલ્લે નાચોસ...મોમોસ અંગે પણ વાત થાય..!!
પછી અલગ અલગ કંપનીના હેડ આવે અને કંપની શું કરે છે એ અંગે વાતો કરીને ફરી મગજ પકાવાની અરરરર સોરી જ્ઞાન કી બાત હોતી હૈ યારર..!!
બપોરે જમવાનુ હોય..કોર્પોરેટ ઓફિસમાં ક્વાલીટી સારી હોય ને ક્વૉન્ટિટી ઓછી હોય. પ્લાન્ટ કાફેમાં કમ શાક લંબા પાનીની ક્વોલિટીમાં તો મજ્જો ના હોય બોસ..!! બાય ધ વે ક્યા કરે પેટ કા સવાલ કે ખાના પડતા હૈ મેરે દોસ્ત..!!
પછી બપોરે લોકોની ઉંઘ બગાડવા સોરી સોરી ઉંઘમાંથી જગાડવા આઈસ્ક્રીમ ખવડાવવામાં આવે કે જાણે કોરેક્સમાંથી ના બનેલો હોય?? તોય લોકો હસતે હસતે ઝાપટે, કારણ કે યાર કંપની પ્રેમ સે ખિલાતી હૈ..પ્રેમ મે મિલી હુઈ ચિઝ ઠુકરાયી નહિ જાતી મેરે લાલ..!!
પ્લાન્ટમાં લોકો મશીનરીથી અને ડસ્ટીંગથી બચવા રૂમાલ દુપટ્ટો બાંધી ફરે અને વર્કર ખુલ્લા મોઢે ફરે..!! બાય ધ વે ઈન્ડક્શન એટલે બે દિવસ કંપનીના કામકાજ ભુલી કંપની ને પધ્ધતિઓ...પોલિસી ને જાણવાની...વધુ જ્ઞાન મેળવવાના દિવસો એટલે ઈન્ડક્શન પિરીયડ..!!
વળી એમાં બધામાં પપ્પુ યુનિક પર્સન હોય...દરેક વાતમાં દરેક સેન્સમાં એનો સવાલ ના હોય એવુ બને જ નઈ..!!
કોઈ પુછે અંહીયા તમે શું કર્યુ છે કઈં કામ કર્યુ છે પપ્પુ ને બધી જ ખબર હોય..!! બાય ધ વે મલ્ટી ટેલેન્ટેડ ખરો ને પપ્પુ..!!
ખરેખર આનંદમય દિવસો હોય જે દિવસોમાં ઈન્ડક્શન હોય, બધ્ધા ફ્રિલી મુડ સાથે કામ કરતાં હોય...સાંભળતા હોય..!!
તમે પણ નવી નવી કંપની જોઈન કરો...ઈન્ડક્શન પ્રોગ્રામ એટેન્ડ કરો ને મજ્જા મજ્જા કરો તેવી શુભેચ્છાઓ.. !!
DP
Reader's Feedback: