સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( આરએસએસ )નાં સરસંઘચાલક મોહન ભાગવતએ શહીદ હેમંત કરકરે અંગે કરેલા નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો છે.
મોહન ભાગવતે કહ્યુ હતું કે એટીએસ પ્રમુખ સ્વ. હેમંત કરકરે પર માલેગાઁવ બ્લાસ્ટમાં હિંદુ સંગઠનોને ફસાવવા માટે દબાણ હતું. અને આ બાબત જાતે હેમંત કરકરેએ મોહન ભાગવતને જણાવી હોવાનું ભાગવતે જણાવ્યુ હતુ.
આ મામલે સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે મોહન ભાગવતનું નિવેદન ગેરજવાબદાર અને બિનજરૂરી છે. માલેગાઁવ બ્લાસ્ટમાં આરોપી શ્રીકાંત પુરોહિતની જામીન અરજી પર સુનાવણી કરતા એનઆઇએ ( નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી )નાં વકીલે મોહન ભાગવતનાં સ્વ. હેમંત કરકરે અંગેનાં ન્યૂઝ પેપરમાં છપાયેલા નિવેદન અંગે કોર્ટનું ધ્યાન દોર્યુ હતુ. ત્યારે કોર્ટે મોહન ભાગવતનાં નિવેદનની ઝાટકણી કાઢી હતી.
એનઆઇએ ( નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી )નાં વકીલે કોર્ટમાં કહ્યુ કે મોહન ભાગવતે ન્યાયિક કાર્યવાહીને પ્રભાવિત કરવા માટે જાણી જોઇને નિવેદન આપ્યુ હતુ. માલેગાઁવ બ્લાસ્ટની તપાસ કરી રહેલી એનઆઇએ દ્રારા શ્રીકાંત પુરોહીતની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. અને પુરોહીતની કસ્ટડીની માંગ કરી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી મહીના સુધી સુનાવણી સ્થગિત કરી છે.
Reader's Feedback: