સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ સહિત અન્ય ધમાકાના આરોપી સ્વામી અસીમાનંદે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત પર ગંભીર આરોપ લગાવ્યાં છે. એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં અસીમાનંદે કહ્યું કે મુસ્લિમ વિસ્તારોમાં જે ધમાકા થયા છે. તેની જાણકારી મોહન ભાગવતને હતી.
આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે તે પણ જોવું પડશે કે અસીમાનંદે શું કહ્યું છે. અને જો તેમણે કોઈ ખુલાસો કર્યો હશે તો તે સાચો હોઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે આ ખુલાસો ઘણો ગંભીર પ્રકૃતિનો છે. આ એક ગંભીર સૂચના છે. દેશ પર ભારે અસર પાડી શકે છે. આ મુદ્દે ચોકક્સપણે ચર્ચા થવી જોઈએ અને સત્ય સામે આવું જોઈએ.
ઉલ્લેખનીય છેકે અસીમાનંદે મોહન ભાગવત સહિત આરએસએસના વરિષ્ઠ પદાધિકારી ઈન્દ્રેશ કુમારનું પણ આ ધમાકામાં લીધું છે. અસીમાનંદના એક ઈન્ટરવ્યૂના આધારે આ દાવો કરવામાં આવ્યો છે. મેગેઝીને આ ઈન્ટરવ્યૂનો ઓડિયો પર રજૂ કર્યો છે. ત્યારે આરએસએસે આ આરોપોનું ખંડન કર્યું છે. આરએસએસે કહ્યું કે જે ઓડિયો રજૂ કરવામાં આવી છે તે નકલી છે.
ઉલ્લેખનીય છેકે અસીમાનંદ પર વર્ષ 2006થી 2008 દરમ્યાન સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટ, હેદરારબાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ, અજમેર દરગાહ અને માલેગાંવ ખાતે બે ધમાકાનો આરોપ છે.
બીએસપી પ્રમુખ માયાવતીએ આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરી છે. તો જેડીયુ નેતા અલી અનવરે કહ્યું કે આરએસએસની આવી જ વિચારધારા છે. તેમણે કહ્યું કે મોહન ભાગવત પર આ આધારે કેસ દાખલ થવો જોઈએ.
આરજેડી દ્રારા આ મામલે કડક વલણ અપનાવતાં મોહન ભાગવતની વગર તપાસ કરે તેમની ધરપકડની માંગણી કરી છે. અને તે સાથે જ કોંગ્રેસ નેતા અને કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ પણ આરએસએસ ચીફ મોહન ભાગવતની ધરપકડની માગંણી કરી છે.
RP
Reader's Feedback: