આપણામાંથી ઘણા પાસે કેનવાસ, કાગળ કે કાપડ ઉપર બનાવેલો કલાનો નમૂનો હશે, અથવા તો પથ્થર, લાકડાં, રબર, પ્લાસ્ટિક કે ધાતુમાંથી કંડારેલી કોઈ કૃતિ હશે, કદાચ તમે એવા ઘરમાં રહેતાં હશો જ્યાં ભીંતચિત્રો કે શિલ્પના નમૂના છે. આવી કૃતિઓ મોટે ભાગે કુદરતી પદાર્થોમાંથી બનાવેલી હોય છે(તેના અમુક ભાગો) અને તેથી જ ભેજ, ધૂળ, તાપમાનના ફેરફાર, ફૂગ વગેરેને કારણે સમય જતાં તેમાં સડો પેદા થાય છે. આટલી માવજતથી બનેલી અને સાચવેલી કલાકૃતિઓને આપણે કઈ રીતે આવા સડા સામે રક્ષણ આપી શકીએ?
કલાકૃતિઓ દેશના સાંસ્કૃતિક વારસાનો એક ખૂબ અગત્યનો ભાગ છે અને તેથી જ તેની જાળવણી એ એક મહત્વની જવાબદારી છે. કલાકૃતિઓનો અંગત શોખ હોય અને તેવી કલાકૃતિઓ તો ખરી જ, પણ રાષ્ટ્રીય સંગ્રહાલયો અને જાહેરસ્થળોએ તેમજ મહત્વના ઐતિહાસિક સ્થાપત્ય અને પુરાતત્વીય સ્મારકોની પણ વ્યવસ્થિત સારસંભાળ અને તેનું સમારકામ જરૂરી છે. સદભાગ્યની વાત છે કે તાજેતરમાં સાંસ્કૃતિક સ્મારકો અને સ્થાપત્યની જાળવણી અને સમારકામના અભ્યાસના સંદર્ભમાં ઘણી શાખાઓ ઊભી થઇ છે અને તેમાં રસ હોય તેવા શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે. ઘણી સ્થાપત્યશાળાઓએ પણ આ પ્રકારના કોન્ઝર્વેશનના સ્નાકોત્તર અભ્યાસક્રમની યોજનાઓ કરી રહી છે અને કોન્ઝર્વેશનના સ્થપતિઓની એક સારી એવી નસલ તૈયાર થઇ રહી છે. ભારતના પુરાતત્વીય સંશોધનવિભાગે પણ આવા સ્થપતિઓની નિમણૂક કરવાની શરૂ કરી દીધી છે.
અસલ કૃતિઓની બનાવટ, તેની પાછળની વિચારસરણી, પીંછીકામ અને તેની દિશા, પ્રકાશ અને પડછાયાનો મુદ્દો અને બીજા ઘણા કલાને લગતાં પરિબળો વિશેની વિશિષ્ટ જાણકારી તેઓ ધરાવે છે. આવી કુશળતાનો સમન્વય કદાચ બીજા કોઈ ક્ષેત્રની વ્યક્તિ પાસે જોવા ન મળી શકે.
ગુજરાતમાં ચંદ્રશેખર પાટિલ, કલાના લાયક કોન્ઝર્વેટર્સમાંના એક છે. વડોદરામાં વસતાં પાટિલ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ચિત્રકલા, શિલ્પ અને મ્યુઝીઓલોજી ભણ્યા અને મુંબઈના પ્રિન્સ વેલ્સ મ્યુઝિયમમાં તાલીમાર્થી તરીકે પણ કામ કર્યું અને ત્યારબાદ લખનૌની કોન્ઝર્વેશન માટેની રાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળામાં સાંસ્કૃતિક મિલકતોની જાળવણી અંગેનો ઉચ્ચ અભ્યાસ કર્યો.
“ભારતના જાણકાર કલાના કોન્ઝર્વેશનિસ્ટસ કરતાં થોડો અલગ ફાળો મેં આ ક્ષેત્રને આપ્યો છે. જેમાં આ ક્ષેત્રમાં આવતાં પહેલા લીધેલું ચિત્રકલા અને ભીંતચિત્રો વિશેના શિક્ષણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.” પાટિલે કહ્યું, તેઓ સાચા છે. કલાકૃતિઓના કોન્ઝર્વેશનિસ્ટસ હોવાને નાતે તેમનું આ ભણતર તેમને અલગ અલગ રીતે કામ લાગ્યું છે. જેમકે અસલ કૃતિઓની બનાવટ, તેની પાછળની વિચારસરણી, પીંછીકામ અને તેની દિશા, પ્રકાશ અને પડછાયાનો મુદ્દો અને બીજા ઘણા કલાને લગતાં પરિબળો વિશેની વિશિષ્ટ જાણકારી તેઓ ધરાવે છે. આવી કુશળતાનો સમન્વય કદાચ બીજા કોઈ ક્ષેત્રની વ્યક્તિ પાસે જોવા ન મળી શકે. પાટિલની બીજી એક શ્રેષ્ઠતા એ છે કે એક કલાકાર હોવા થકી તેઓએ કાગળ, કેનવાસ, કાપડના વણાટ, લાકડું, કાચ, માટી, સિમેન્ટ, તૈલીય રંગો, વોટર કલર્સ, પ્રિન્ટ, મોસેઈક, સ્ટુકો, ટેમ્પ્રા અને ફ્રેસ્કો જેવા વિભિન્ન માધ્યમોમાં કામ કર્યું છે.
એક દાયકા પહેલાં જયારે કોઈ કલાના રસિકોએ પાટિલજીની આ વાતને ખાસ મહત્વ ન આપ્યું ત્યારે, તેઓએ જાતે આવી કૃતિઓનો સંચય કરવાનું શરૂ કર્યું જેથી કરીને તેઓ આ કૃતિઓનું સમારકામ અને પુનરોદ્ધાર કરીને તેમના જોઈતાં ગ્રાહકોને સમારકામ “પહેલાં” અને “પછી” વચ્ચેના નાટ્યાત્મક ફેરફાર બતાવી શકે. તેમનું પ્રથમ કામ હતું, મ.સ.યુ. પાસે આવેલા હંસા મહેતા ગ્રંથાલયની ઈમારતની રવેશ પર શિલ્પકાર અને પ્રાધ્યાપક એવા સ્વ. શંખો ચૌધરી દ્વારા બનાવામાં આવેલું મોટું સમચોરસ આકારનું ભીંતચિત્ર. “હું હજુ મારા મ્યુઝિયોલોજીના ઉચ્ચ અભ્યાસના પ્રથમ વર્ષમાં હતો ત્યારે મને મારા પ્રાધ્યાપક પ્રો. ધ્રુવા મિસ્ત્રીએ આ યોજનાની રજૂઆત, તેઓ જાણતાં હતાં કે હું એક ભીંતચિત્રો કરવા માટે એક કેળવાયેલો કલાકાર છું, અને મેં તેમનો મારામાં મૂકેલો વિશ્વાસ અને ભરોસો કાયમ રાખ્યો.” આ યોજનાની સફળતાએ પાટિલના જુસ્સા અને આત્મવિશ્વાસમાં એક હકારાત્મક વધારો કર્યો.
“તેણે મને ક્ષેત્રમાં સામા આવતાં વિવિધ પડકારોને સમજવામાં ઘણી મદદ કરી.” પાટિલ બોલ્યા. “લખનૌની સંસ્થા આમેય ઘણી પ્રખ્યાત છે, અને તેમાંથી નીકળતું કામ કોન્ઝર્વેટર્સનાં સભ્યોમાં ખૂબ માનદ્ પણ છે. દેશ-વિદેશથી કોન્ઝર્વેટર્સ આ લખનૌ સંસ્થાની મુલાકાત લેતા અને પોતાના અનુભવો અને પોતાના હસ્તક થયેલી નવીન યોજનાઓ વિષે પણ કહેતાં. અહીં અમને યુનેસ્કો(UNESCO)નાં કોન્ઝર્વેશનને લગતા નિયમો અને શરતો વિષે જ્ઞાન આપવામાં આવતું. મેં એ વાત સારી રીતે અનુભવી કે, એક સારા કોન્ઝર્વેટર થવા માટે કલા સાથે વિજ્ઞાન એમ બંને ક્ષેત્રનું જ્ઞાન અનિવાર્ય છે.
પાટિલનાં સફળ કામોમાંનું એક કામ છે ગાંધીજીના પોરબંદરવાળા ઘરનો પુનરોદ્ધાર જેમાં તેમણે અંદરની દશાવતારવાળી દીવાલો ઉપર કામ કર્યું જે ખૂબ જ બદતર હાલતમાં હતી. તેમણે હાલમાં જ એક ભારતીય પુરાતત્વીય સંશોધન હેઠળ અંજાર, કચ્છમાં આવેલા એક કલોનીયલ બંગલોની મરામત કરી. તેમણે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના દરબારખંડની બહારની દીવાલો પરનાં મોઝેઈક ચિત્રોનું પણ સમારકામ કરી વ્યવસ્થિત કર્યાં છે. પાટિલે મહાન ચિત્રકારો રાજા રવિ વર્મા, એન.એસ.બેન્દ્રે, એમ.એફ.હુસૈન, પીઠાવાલા, જી.એમ.ગણેશ, કે.જી.સુબ્રમણિયમ(તાવડી), ભૂપેન ખાખરનાં ચિત્રો પર કામ કર્યું છે. તદુપરાંત આર્ટ કલેક્ટર્સ, પ્રદર્શનીઓ યોજનારાઓ તેમજ કળાકારો માટે પરંપરાગત પીંછવાઈઓ અને તાંજોરના કાચ પરનાં ચિત્રો પર પણ કામ કર્યું છે.
“આ ક્ષેત્રમાં, એક સતત કાર્યશીલતા જ તમારી કુશળતાને મઠારે છે.” પાટિલે સમજાવ્યું. “એક કળાકાર તરીકેના મારા દરરોજનાં કામ ઉપરાંત, હું એક વર્ષમાં ઓછામાં ઓછુ ૧૫૦-૨૦૦ કલાકૃતિઓ અને સ્થાપત્યો પરનાં બે ભીંતચિત્રો પર સમારકામનું કામ કરવાની કોશિશ કરું છું. મેં કરેલાં આ બધા સમારકામનો હું એક લેખિત અને છબીમાં વ્યવસ્થિત દસ્તાવેજ બનાવું છું. સૌથી પડકારરૂપ કોઈ કામ હોય તો એ છે કેનવાસ કે કાગળ પરથી પાણીના ડાઘ કાઢવા, પણ હવે હું આવા ડાઘ કોઈ પણ રસાયણો વાપર્યા વગર પણ કરી શકું છું.
પાટિલનાં સફળ કામોમાં ગાંધીજીના પોરબંદરવાળા ઘરનો પુનરોદ્ધાર અને હાલમાં જ એક ભારતીય પુરાતત્વીય સંશોધન હેઠળ અંજાર, કચ્છમાં આવેલા એક કલોનીયલ બંગલોની મરામતનો સમાવેશ થાય છે. તેમણે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના દરબારખંડની બહારની દીવાલો પરનાં મોઝેઈક ચિત્રોનું પણ સમારકામ કરી વ્યવસ્થિત કર્યાં છે.
શું જૂના અને ખરાબ થઇ ગયેલાં કલાના નમૂનાઓનું સમારકામ ખૂબ મોંઘું હોય છે? “જો તમારે એ કામ સારી રીતે અને એક કુશળ વ્યક્તિ પાસે કરાવવું હોય તો હા..!” પાટિલે કહ્યું. “એમાં ઘણા ટૂંકા અને સસ્તા રસ્તા પણ છે પણ તે ભયજનક છે, આ પદ્ધતિ એ નમૂનાને સાચવવા અને દીર્ઘાયુષ્ય આપવાને બદલે લાંબાગાળે તેને નુકસાન કરે છે. તેથી જ, આ બાબતે બેદરકાર રહી સસ્તા રસ્તા અપનાવા જોઈએ નહિ. આ ક્ષેત્રનો એક મંત્ર છે કે , દરેક સમારકામ ફરીથી સુધારી શકાય તેવું જ હોવું જોઈએ,કશું પણ કાયમી ન હોવું જોઈએ. આ બધી ભવ્ય કૃતિઓ માત્ર કલાના નમૂના નથી પણ માનવજાતની માલિકીનો એક ઐતિહાસિક વારસો છે, જેથી સમારકામ વખતે કોઈ પણ ભૂલ થાય તો તે ફરીથી સુધારી શકાય તેવી જ હોવી જોઈએ. દરેક કુશળ અને સંનિષ્ઠ કોન્ઝર્વેટરની સામે આવતો આ એક અઘરો પડકાર છે.”
તમારી પાસે રહેલી કોઈ કૃતિ કે શિલ્પને સાચવવા માટે પાટિલ થોડાં સૂચનો આપે છે,
-હવાની સારી અવરજવર હોય તેવા ખંડમાં જ આવી કૃતિઓ રાખો.
-બાગમાં મૂકેલું અથવા ભીંતચિત્ર હોય તે સિવાય કોઈ પણ કૃતિને સીધા સૂર્યપ્રકાશથી બચાવવું. બાગમાં મૂકેલું શિલ્પ કે ભીંતચિત્રોને પણ સખત અને આકરા તાપ અને વરસાદથી બચાવવાં જોઈએ.
-અઠવાડિયે એકવાર તેની પાણીરહિત સાફ-સફાઈ કરવી જોઈએ.
-ભારતની આબોહવાને અનુસાર, વર્ષાઋતુ પહેલાં(ધૂળ, ગંદકી અને ફૂગ સાફ કરવા) અને પછી(જામી ગયેલી ગંદકી, ભેજ અને ફૂગ કાઢવા) એમ બે વાર તેની સંભાળપૂર્વક સફાઈ કરવી જોઈએ.
-ભેજરહિત નાની પીંછી અથવા કાપડના ટુકડાથી સફાઈ કરવી, રસાયણોનો ઉપયોગ ટાળવો.
-જો તમારી પાસે 30 થી વધુ કલાકૃતિઓનો સંચય હોય અને તેને ઘર કે ઓફિસમાં રાખ્યા હોય તો વર્ષે એકવાર આવા કોઈ કોન્ઝર્વેટરને બોલાવી તેની ચકાસણી કરાવવી જોઈએ.
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: