ગત સપ્તાહે કોર્ટે આપેલા નરોડા પાટિયાકેસના ચુકાદાથી કેટલીક વિચલિત કરી મૂકનારી અને ઘૃણાસ્પદ યાદગીરીઓ ફરી સપાટી પર આવી. મને એ વિચાર આવે છે કે વડોદરાના કલાકારોએ પોતાની કલાકૃતિઓમાં અનેકવિધ રીતે કોમીરમખાણો અને તેનાથી શારીરિક, ભાવનાત્મક અને આત્મીય રીતે ઘવાયેલા લોકોની વ્યથા-લાગણીઓને કઈ રીતે ઉતારી હતી!
આને કદાચ એમ પણ કહી શકાય કે અવિચારી હિંસા સામેનો વિરોધ પ્રકટ કરતી કૃતિઓ તે હતી એટલું જ નહીં તેની સાથે લોકોને નિરંતર વિવાદ પ્રત્યે વિચારતા કરવાનો પણ તે પ્રયાસ હતો.
સુબ્રહ્મણ્યમ અને શેખની જેમ વડોદરાના અનેક કલાકારોએ વર્ષ 2002માં સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો અંગે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરવા પોતાની કલાકૃતિઓ તૈયાર કરી હતી. તેઓ નરી હિંસાના વિરોધમાં પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી રહ્યા હતા.
ભૂતકાળમાં પણ વિરોધ નોંધાવવા માટે કલાકારોએ પોતાની કલાકૃતિઓનો ઉપયોગ કર્યો હોવાનાં ઉદાહરણો મોજુદ છે. તેમાં સૌથી વધુ સ્પર્શી જનારી અને શક્તિશાળી અભિવ્યક્તિ ધરાવતી કે.જી.સુબ્રહ્મણ્યમ(જનરલ્સ અને ટ્રોફી, 1971, ટેરાકોટા રિલીફ)ની કૃતિમાં 1971માં બાંગલાદેશમાં સ્વાતંત્ર્યની લડતમાં લશ્કરી અત્યાચારની સામે વિરોધ ભાવના પ્રકટ કરવામાં આવી હતી. આવી જ અન્ય એક શક્તિશાળી કૃતિ ગુલામ મોહમ્મદ શેખની હતી. આ કલાકૃતિઓમાં માત્ર ઊંડો આઘાત, દુઃખ કે વ્યથા રજૂ નથી કરાયાં પણ તેની સાથે આવી લાગણીઓ કે જે કોમીરમખાણો અને કટુતાના કારણે સર્જાય છે તેની અધમતા પણ તેમાં ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના દ્વારા સદીઓ જૂના કોમીતણાવને દૂર કરવાનો એક નવો માર્ગ ચીંધતો એ તેમનો પ્રયાસ હતો.
સુબ્રહ્મણ્યમ અને શેખની જેમ વડોદરાના અનેક કલાકારોએ વર્ષ 2002માં સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમીરમખાણો અંગે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરવા પોતાની કલાકૃતિઓ તૈયાર કરી હતી. તેઓ નરી હિંસાના વિરોધમાં પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી રહ્યા હતા અને તેની સાથે એ કલાકૃતિઓમાં રોષ, અલગતા, નપુંસકતા, ડર અને અવસાદની લાગણીઓ પણ રજૂ કરવામાં આવી હતી.
આમાંની કેટલીક કલાકૃતિઓ રમખાણોનો ભોગ બનેલા લોકોને મદદ કરવાની ભાવનાથી ફંડ એકત્ર કરવા માટે ફેકલ્ટી ઓફ ફાઈન આટ્સ એક્ઝિબિશન હોલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. અંતિમ વર્ષના અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે જેઓ કદાચ પોતે જ કોમીરમખાણોનો ભોગ બન્યા હતા તો કેટલાંક એવા કે જેઓ પરોક્ષ રીતે કોમીરમખાણોથી પીડિત હતા, તેઓની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.
આ કલાકૃતિઓમાં દેખીતી રીતે એ સ્પષ્ટ થતું હતું કે એમાંની મોટાભાગની કલાકૃતિઓ શાબ્દિક અર્થ દર્શાવતી હતી અને એ પણ મુખ્યત્વે મીડિયા દ્વારા જેની સતત થયેલી ચર્ચા, લૂંટ અને આગજનીનાં કાલ્પનિક ચિત્રો, ખુલ્લી તલવારો સાથેનાં ટોળાં, સળગતાં વાહનો અને એવી અનેક કલ્પનાઓ પર આધારિત હતી. એ સમજી શકાય એવું હતું કે એ કલાકારોને, તેઓ જે વિષયવસ્તુ પર કામ કરી રહ્યા હતા તેના પર ચિંતન કરવાનો પૂરતો સમય મળ્યો નહોતો અને એટલે તેમણે શક્ય એટલી સબળ અને ચોટદાર રીતે પોતાની સંવેદનાઓ રજૂ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.
જો કે આ બધામાં વડોદરાના એક કલાકારની કલાકૃતિ અભિવ્યક્તિની દ્રષ્ટિએ સબળ હતી અને તેમાં ગુજરાતમાં 2002માં ફાટી નીકળેલાં કોમીરમખાણો પરત્વેની આકરી ટીકા ચિત્રિત કરવામાં આવી હતી. આ કલાકૃતિ તૈયાર કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો અને તેના સર્જનકર્તા અને ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ચિત્રવિભાગના અધ્યાપક બી.વી.સુરેશ એ કલાકૃતિ વડોદરામાં રજૂ કરી શક્યા નહોતા.
વડોદરાની બેસ્ટ બેકરીના સંદર્ભમાં સુરેશે બ્રેડના દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ચિત્ર દ્વારા વિવિધ અર્થઘટનો ઉત્પન્ન કરવાની શક્યતાઓને પણ વેગ મળ્યો હતો અને એ જ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. તેમણે લાકડાં, ફાઈબર-ગ્લાસ, ધાતુ, ટેરાકોટા વગેરેનો શિલ્પકૃતિઓ બનાવવામાં ઉપયોગ કરવાને બદલે વાસ્તવિક બ્રેડનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું.
વર્ષ 2006માં દિલ્હી ખાતે વઢેરા ગેલેરીમાં તેમનું ‘ફેસિલિટેટિંગ ધ બીસ્ટ’ શિર્ષક હેઠળ ચિત્રોનો સંગ્રહ અને વીડિયો ઈન્સ્ટોલેશનનું પ્રદર્શન યોજાયું હતું. વર્ષ 2002માં સુરેશે જે કંઈ પણ અનુભવ્યું તે તીવ્ર અને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાના બદલે ખૂબ સંવેદનાત્મક અને સૂક્ષ્મ રીતે પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યુ હતું. તે ગળા સુધી આવી ચૂકેલી લાગણીઓને કલાત્મક રીતે કલાકારે રજૂ કરી હતી, જેના માટે તેમણે ત્રણથી વધુ વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો.
એક તાલીમબદ્ધ કલાકાર હોવાથી સુરેશ વિચારો અને દ્રશ્યો સાથે છૂટછાટ લેતાં રહેતાં અને આખરે તેઓ વધુમાં વધુ કલાત્મક રીતે અભિવ્યક્ત કરી શકાય એવા માર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. એ પ્રદર્શન બે ભાગમાં વહેંચાયેલું હતું. ગેલેરીના પ્રથમ માળે વીડિયો ઈન્સ્ટોલેશન હતું. જેમાં શિલ્પાકૃતિઓ હતી, જેના પર ધીમેથી આછો પ્રકાશ પસાર કરવામાં આવતો હતો. જે પ્રક્રિયા નિશ્ચિત સમયાંતરે થયા કરતી હતી, તેની સાથે ડિજિટલ પ્રિન્ટસ અને વીડિયો પ્રોજેક્શન તેમાં સામેલ હતા. જ્યારે બીજા માળ પર કેનવાસ પર દોરાયેલાં વિશાળ કદનાં ચિત્રોને નિયમિતપણે યોજાતા ગેલેરી શો તરીકે અલગ યુનિટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
વડોદરાની બેસ્ટ બેકરીના સંદર્ભમાં સુરેશે બ્રેડના દ્રશ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ચિત્ર દ્વારા વિવિધ અર્થઘટનો ઉત્પન્ન કરવાની શક્યતાઓને પણ વેગ મળ્યો હતો અને એ જ પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. તેમણે લાકડાં, ફાઈબર-ગ્લાસ, ધાતુ, ટેરાકોટા વગેરેનો શિલ્પકૃતિઓ બનાવવામાં ઉપયોગ કરવાને બદલે વાસ્તવિક બ્રેડનો જ ઉપયોગ કરવાનું નક્કી કર્યુ હતું. તેમણે બેકરીમાં તૈયાર થયેલી બ્રેડ વધુ સમય સુધી સારી ન રહે તે બાબતની પણ દરકાર કરી નહોતી. તેમણે અનેક પ્રયોગો દ્વારા તેની ખરબચડી સપાટીને તેની અંદરના ભાગને દૂર કરીને એ બ્રેડ લાંબા સમય સુધી સચવાય રહે એ માટેની કોશિશો કરી. એક વખત કલાકાર નક્કી કરે કે તેની કલાકૃતિ વેચાણ માટે નથી ત્યારે એ કૃતિ માત્ર એક કલાકૃતિ નહીં પણ એક વિશેષ કલાકૃતિ બની જાય છે. જેના કારણે તે વાસ્તવિક્તાની હતોત્સાહિત ગુણવત્તા સર્જે છે.
જેવું કોઈ બેકિંગ ટ્રેમાં શ્રેણીબદ્ધ રીતે ગોઠવેલી બ્રેડને જુએ કે તરત તેને આનુષંગિક અનેક બાબતો માનસપટ ઉપર ઉપસી આવે છે. એક આહાર તરીકે બ્રેડ અથવા તો જીવનના આધાર સમાન બ્રેડનો વિચાર આવે છે કે પછી રોજિંદા જીવનનો એક ભાગ બની ગયેલી બ્રેડનો વિચાર આવે છે જેમ કે મોટાભાગે અખબાર વાંચતા કરવામાં આવતા નાસ્તામાં બ્રેડને સ્થાન મળતું હોય છે કે પછી ‘તૂટતી બ્રેડ’ની કલ્પનાથી ભાઈચારાની ભાવના કે પછી આધ્યાત્મિક અને શારીરિક પોષણ બંને પ્રકારનું પોષણ આપતી બ્રેડ એવી કલ્પનાઓ આપણા મગજમાં ઉપસી આવે છે. જેમ જેમ કોઈ વ્યક્તિ પ્રદર્શનમાં આગળ વધે તેમ તેમ તેમાં રજૂ કરાયેલ બ્રેડના ઘેરા બ્રાઉન પોપડાઓ આપણને બેસ્ટ બેકરીકાંડમાં છિન્નભિન્ન થયેલાં મૃતદેહોની યાદ અપાવી દે છે.
વીડિયો ‘રિટેક્સ ઓફ ધ શેડો’(સુરેશ દ્વારા કંપોઝ થયેલા સાઉન્ડ સાથે) દીવાલ પર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ડરામણા અને અસ્પષ્ટ આકારો સર્જતા પડછાયાઓ જોવા મળે છે. શું આ પડછાયાઓ એ ઠેર ઠેર ધુમાડા અને આગથી ભયભીત લોકોના હતા કે જેઓ કાતિલોની હાજરી અનુભવી રહ્યા હતા અને પોતાને બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા? શું એ અસ્પષ્ટ આકૃતિઓ એ લોકોના પ્રેત હતા કે જેઓ હકીકતમાં મૃત્યુ પામ્યા છે? શું તેઓ યમદૂતો હતા કે જેઓ અત્યારના અને અન્ય કોમીરમખાણોની રાહ જોઈ રહ્યા હતા? આ વીડિયોમાં સામેલ 14 સ્થિર ચિત્રોની એક શ્રેણી ‘શિફ્ટિંગ્સ’ રજૂ કરવામાં આવી હતી. ડિજિટલ અને મિક્સ્ડ મીડિયા આ ઈન્સ્ટોલેશનમાં સામેલ હતા.
આ ધૂંધળી છાયાઓ સ્ક્રીન પર કાંપતી અને પ્રકાશિત થતી જોવા મળે છે ત્યારે દર્શકો ખુદને બેસ્ટ બેકરીમાં બ્રેડની વચ્ચે પોતે કેદ હોય એવી સ્થિતિમાં હોય એવું અનુભવે છે. જેને વ્યુહાત્મક રીતે ગેલેરીની અરીસાથી આવરિત સામેની દીવાલ પર પ્રતિબિંબિત કરવા આવી હતી. આપણા જેવા અનેક લોકો સામસામા ગોળીબારની સ્થિતિમાં ફસાયા હોય એવો અનુભવ થતો હતો. જ્યાં આપણે જવાબદાર છીએ એવી સ્થિતિમાં હોય અને એ સ્થિતિનો કોઈ ઉકેલ શોધવામાં કોઈ વિકલ્પ ન મળે એવી હાલતનો અનુભવ થતો હતો. પ્રદર્શનમાં આવનારા લોકો ભલે તેમાં ક્યાંય સામેલ ન હોય પણ ગોઠવણ એવી હતી કે મુલાકાતીઓને એ ભયાનક સ્થિતિમાં પોતે પણ ફસાયા હોવાની અનભૂતિ થતી હતી. કલાકારનો આ માસ્ટર સ્ટ્રોક હતો. જેમાં સંશોધનના વિષયમાં ભાગીદાર થવાના ઊંડાણથી અસંખ્ય શક્યતાઓ પ્રત્યે ગંભીરતાથી વિચારણા કરવાનું પ્રોત્સાહન મળતું હતું.
ઉપરોક્ત લેખમાં તસ્વીર-
1. કે.જી.સુબ્રહ્મણ્યમ
2. ગુલામ મોહમ્મદ શેખ
3. બી.વી.સુરેશ
KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: