વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ઇન્ફલેશ ઇન્ડેક્સ બોન્ડ બહાર પાડ્યાછે આ બોન્ડનું આકર્ષક પાસુ એ છે કે આ બોન્ડ પર દોઢ ટકા વ્યાજ મળશે. વ્યાજના દર ફુગાવાના હાલના દરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. જોકે ટૂંકાગાળા માટે ફુગાવાને અનુલક્ષીને બહાર પાડવામાં આવેલા આ ભરણા માટે રોકાણકારો પાસે બહુ ઓછી માહિતી હોવાથી આ બોન્ડને ઝાઝો પ્રતિસાદ મળ્યો નથી.
પાંચ હજાર રૂપિયાથી માંડીને પાંચ લાખ સુધીનું રોકાણ થઈ શકે તેવી વ્યવસ્થા ધરાવતા આ બોન્ડનો આધાર ફુગાવાના દર પર રહેલો છે. જો ફુગાવો ઘટશે તો આ વ્યાજ દર પણ ઘટશે.આ બોન્ડ વિશે વિશેષ માહિતી આપતા અમદાવાદ શેરબજારના ભપૂર્વ પ્રમુખ દીપક શાહે જણાવ્યું હતું કે, આ બોન્ડ નાના રોકાણકાર માટે ફાયદાકારક બની રહેશે. વળી આ બોન્ડનું સર્ટિફિકેટ પણ ડિમેટ વાઉચર સ્વરૂપે જ મળશે. એટલે બચત કે રોકાણના હેતુથી આ બોન્ડમાં રસ લેનારા લોકો માટે તથા સિનિયર સિટીઝન માટે આ બોન્ડ ફાયદાકારક છે.
આ બોન્ડની જાહેરાત ન થઈ હોવાથી બહુ ઓછા રોકાણકારોને આ વિશેની ખબર છે એટલે તેને કેવોક પ્રતિસાદ મળશે તે અંગે પોતાનું મંતવ્ય આપતા જાણીતા અર્થશાસ્ત્રી જ્યનારાયણ વ્યાસે જણાવ્યું કે, ફુગાવા પર આધારિત આ બોન્ડ નાનું સરખું રોકાણ કરનારા લોકોને આકર્, શકશે. જોકે ફુગાવો ઘટતા આ બોન્ડના વ્યાજ દર પણ ઘટશે.અત્યારે ઘુગાવો તેની ચરમસીમાએ કહી શકાય અને તે આ સપાટી ઉપરથી નીચે પણ ઉતરશે એટલે આ બોન્ડને કેવોક પ્રતિસાદ મળશે તે તો સમય જ કહેશે.નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે બજારમાંથી નાણું પાછું લેવા માટે રિર્ઝવ બેન્કે આ બોન્ડ બહાર પાડ્યા છે. જે લોકો સોનામાં કે શેરબજારમાં રોકાણ કરે છે, એફ ડી લે છે તેમના માટે રોકાણ કરવા આ એક નવું સાધન બની રહેશે.જોકે રોકાણકારોને હજી વ્યવસ્થિત રીતે ફોર્મ કે પૂરતી માહિતી ન મળતા આ બોન્ડ વિશે જૂજ રોકાણકારો માહિતી મેળવી શક્યા છે.
MP/RP
Reader's Feedback: