છૂટક મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયા બાદ આજે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 9 મહિનાના નિમ્ન સ્તરે એટલે કે 5 ટકા કરતા નીચે આવ્યા છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 4.68 ટકા રહ્યો છે.
માસિક આધાર પર જોઇએ તો ખાદ્ય ચીજોનો મોંઘવારી દર 8.8 ટકાથી ઘટીને 8.1 ટકા થયો છે. ફેબ્રુઆરીમાં પ્રાઇમરી આર્ટિકલ્સનો મોંઘવારી દર 6.84 ટકાથી ઘટીને 6.33 ટકા થયો છે. જ્યારે મૈન્યુફેક્ચર્ડ પ્રોડક્ટસનો મોંઘવારી દર કોઇ બદલાવ વિના 2.76 ટકા રહ્યો છે. તો ઇંધણ અને પાવર સમૂહનો મોંઘવારી દર 10.03 ટકાથી ઘટીને 8.75 ટકા રહ્યો છે.
DP
Reader's Feedback: